ઇસ્લામાબાદ,તા.૩
પડોસી દેશ પાકિસ્તાનમાં એક હ્રદયદ્વાવક ઘટના ઘટી છે, અહીના એક હોસ્પિટલમાં એર કન્ડિશનિંગ સિસ્ટમ ફેલ થવાના કારણે ઓછામાં ઓછા આઠ નવજાત શિશુઓના મોત થયા છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સાહિવાલ ખાતે સ્થિત જિલ્લા હોસ્પિટલમાં આ ઘટના ઘટી હતી, જેની પાછળ મુખ્ય કારણ ત્યાંની એસી સિસ્ટમ ફેલ થઇ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ મામલે કાર્યરત એક અધિકારી મુજબ, તે જ્યારે વોર્ડમાં દાખલ થયા ત્યારે ત્યાંનુ તાપમાન અસામાન્ય હતું જેના કારણે શિશુઓના મોત થયા હતા.
અધિકારીએ આ મામલે અન્ય મોત પણ થઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી, જેની રિપોર્ટ હજુ સુધી જાહેર કરાઇ નથી. પંજાબ સ્વાસ્થ વિભાગના પ્રવક્તા મુજબ આ અતિ ગંભીર મામલાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



