કોંગ્રેસે વડાપ્રધાન મોદીના વખાણ કરનાર અબ્દુલ્લાકુટ્ટીની હકાલપટ્ટી કરી

0
6

તિરુવનંતપુરમ્‌,તા.૩
લોકસભા ૨૦૧૯ ચૂંટણીમાં જબરદસ્ત જીત હાંસલ કરનારી ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા પર એક કોંગ્રેસના નેતાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવા પર એ.પી.અબ્દુલ્લા કુટ્ટી પાસે જવાબ માગવામાં આવ્યો છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યુ હતું કે, અબ્દુલ્લા કુટ્ટી પોતાના સ્ટેટમેન્ટ પર અડગ અને પાર્ટીનો મજાક ઉડાવ્યો છે. પાર્ટી અને કાર્યકર્તાઓના હિતોને ધ્યાનમાં રાખીને તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
વાત એવી છે કે, અબ્દુલ્લા કુટ્ટીએ પોતાના એક સ્ટેટમેન્ટમાં કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીની જીત દર્શાવે છે કે, જનતાએ તેમના વિકાસના એજન્ડાનો સ્વીકાર કર્યો છે. વડાપ્રધાનની સફળતાની રહસ્ય છે કે, તેમણે મહાત્મા ગાંધીના આદર્શોને અપનાવ્યા છે. કુટ્ટીએ મોદી સરકારની સ્વચ્છ ભારત અભિયાન અને ઉજ્જવલા યોજનાના પણ ભરપેટ વખાણ કર્યા હતા.
તેમણે એક ફેસબૂક પોસ્ટમાં લખ્યું હતું, જેનું શિર્ષક ‘નરેન્દ્ર મોદીની શાનદાર જીત પર’ એવું હતું. જેમાં અબ્દુલ્લાએ લખ્યું હતું કે, ફક્ત વિપક્ષ જ નહીં ભાજપના નેતા પણ ભગવા પાર્ટીની બંપર વોટોની જીત પર હેરાન છે. તમામ રાજનૈતિક કાર્યકર્તાઓએ પોતાની ભાવના સાઇડ પર રાખીને પરિણામોને શાંત અને નિષ્પક્ષ રીતે જાવા જોઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY