ન્યુ દિલ્હી,
ગરમીમાં પણ પ્રદૂષણ લોકોને પરેશાન કરી રહ્યું છે. છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વખતે એપ્રિલમાં દિલ્હી અને એનસીઆરવાળા લોકોને વધુ પ્રદૂષણ સહન કરવું પડ્યું છે. એનસીઆરનાં શહેરોમાં સૌથી વધુ પ્રદૂષણ ગાઝિયાબાદ અને નોઇડામાં રહ્યું. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે એપ્રિલ મહિનાના રિપોર્ટમાં જણાવ્યું છે કે પીએમ ૨.૫, પીએમ ૧૦ જ નહીં પરંતુ ર્દ્ગ૨ અને બેન્જિનનું લેવલ પણ વધુ રÌšં છે.
દિલ્હીની સૌથી વધુ પ્રદૂષિત જગ્યાઓમાં આઈટીઓ, ડીટીયુ, સિરીફોર્ટ, શહાદરા, જનકપુરી, પ્રીતમપુરા, એનએસઆઈટી અને શહાદરા રહ્યાં છે. અહીં પીએમ ૧૦ ખતરનાક સ્તર પર પહોંચી ચૂક્યું છે. પીએમ ૨.૫નું લેવલ પણ એહબાસ, આઈટીઓ, ડીએમએસ, ડીટીયુ, શહાદરામાં ૧૨૧થી ૧૫૦ની વચ્ચે રહ્યું. ર્દ્ગ૨નું સ્તર ૭ જગ્યાએ માપદંડો કરતાં વધુ રહ્યું. આઈટીઓમાં તે સૌથી વધુ નોંધાયું.
ડીએમએસ અને એનએસઆઈટીમાં બેન્જિનનું સ્તર વધુ રહ્યું. સીપીસીબીના જણાવ્યા અનુસાર દિલ્હીમાં જીઆરએપી છતાં ૪ દિવસ પ્રદૂષણ અત્યંત ખરાબ રહ્યું જ્યારે ૧૮ દિવસ ખરાબ સ્થિતિમાં રહ્યું. સીપીસીબીના જણાવ્યા અનુસાર ગરમીઓમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ ગાડીઓમાંથી નીકળતો ધુમાડો છે.
ત્યારબાદ રસ્તા ઉપર ઊડી રહેલી ધૂળ, બાયોમાસ બ‹નગ, ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતો ધુમાડો, કન્ટ્રક્શન અને ડિમોનેશન એક્ટિવિટીઝનો નંબર આવે છે. દિલ્હીમાં આંધી અને વરસાદની અસરના કારણે પ્રદૂષણ થોડા દિવસો ઓછું રÌšં પરંતુ ગુરુવારે પ્રદૂષણના સ્તરમાં એકવાર ફરી વધારો થયો.
સીપીસીબીના જણાવ્યા અનુસાર હવાની દિશામાં થઈ રહેલા પરિવર્તનના કારણે પ્રદૂષણનું સ્તર વધ્યું છે. દિલ્હીનું એર ઇન્ડેક્સ ૨૪૩ રહ્યું. જ્યારે ગુડગાંવ દેશનું સૌથી પ્રદૂષિત ક્ષેત્ર રહ્યું. ગુરુવારે જ્યાં એર ઇન્ડેક્સ ૩૪૦ રહ્યો. ગાઝિયાબાદમાં ૨૯૫, નોઈડામાં ૨૭૮ અને ફરિદાબાદમાં તેનું સ્તર ૨૩૧ રÌšં. સફરના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં પ્રદૂષણમાં ઘટાડો નહીં થાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






