પાલનપુર,તા.૨૪
રાજ્યમાં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે પાલનપુર આબુ રોડ પર કાર ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં ૨ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પોલીસે બન્ને મૃતદેહો પર કબ્જા મેળવીને પીએમ અર્થે હોસપિટલ ખસેડાયા હતા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, કાર પરથી ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા કાર પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા અમીરગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને મૃતકોને પી.એમ અર્થે હોસપિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મહત્વનું છે, કે પાલનપુર આબુ હાઇવે પર અવાર નવાર અકસ્માત થતા રહે છે. અમીરગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




