મિલકતવેરો નહીં ભરનાર સામે મનપાની લાલ આંખ : દંડ ફટકારાશે

0
7

વડોદરા,તા.૨૪
વડોદરામાં વ્યવસાય વેરોની વસૂલાત સામે મહાનગરપાલિકાએ લાલઆંખ કરી છે. વ્યવસાય વેરો ઉઘરાવવા મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો નહી ભરનારને દંડ ફટકારવામાં આવશે. બાકીના નાણાના ૧૮ ટકા વ્યાજ સાથે દંડ કરવામાં આવશે. વોર્ડ ૧થી૩માં૪૧ હજાર જેટલી નોટિસો આપવામાં આવી છે.
તો આ પહેલા શહેરના વહીવટી વોર્ડ નં-૧ ખાતે પાલિકા દ્વારા ૩૦ જેટલી મિલકતોને સીલ મારી અને ત્રણ લાખ રૂપિયા જેટલો મિલકતવેરો સ્થળ પર જ વસૂલ કર્યો હતો.જ્યારે અન્ય વિવિધ વોર્ડમાં પણ આશરે ૨૦૦ દુકાનો અને ૩૫૦ જેટલી કોમર્શિયલ મિલકતો સીલ કરવામા આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં મિલકતવેરા મામલે વડોદરા મહાનગરપાલિકઆ આ પહેલા ગત જાન્યુઆરી માસમાં કડક વલણ અપનાવેલ. ગત જાન્યુઆરીની આ કાર્યવાહીમાં મનપાએ આશરે ૩૫૦થી વધારે કોમર્શિયલ મિલકતો સીલ કરી હતી. આ સાથે જ રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારના વેરા બાકી રહેતા ૨૪૦૦ જેટલી કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે, વડોદરા મનપાના એક ઉચ્ચ અધિકારીએ માધ્યમો સાથે કરેલ વાતચીત મુજબ ૨૦૦૩ થી અત્યાર સુધીમાં રૂપિયા ૧૬૭ કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. ત્યારે આગામી સમયમાં આ વેરો વસૂલવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને વેરો નહીં ચૂકવનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY