હવે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં ચંકી પાન્ડેની પુત્રી અનન્યા છે

0
75

મુંબઇ,તા. ૭
સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં પહેલા જેકી શ્રોફના પુત્ર ટાઇગરની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે વિતેલા વર્ષોના સ્ટાર અભિનેતા ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પાન્ડે પણ એન્ટ્રી કરી રહી છે. અનન્યા ચંકી પાન્ડે બોલિવુડમાં કઇ ફિલ્મ સાથે એન્ટ્રી કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી હતી. હવે આ ચર્ચાનો અંત આવ્યો છે. હવે એક મેગેઝીન દ્વારા જાહેર કરવામાં આવેલા હેવાલ બાદ આને સમર્થન મળ્યુ છે. થોડાક દિવસ પહેલા જ ટાઇગર શ્રોફની ફિલ્મ માટે પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. કરણ જાહરની આ ફિલ્મ માટે કોને કોને લેવામાં આવનાર છે તે મામલે ચર્ચા ચાલી રહી હતી. ફિલ્મના નિર્માતા દ્વારા હાલમાં સોશિયલ મિડિયા પર ફિલ્મના અભિનેતા ટાઇગર શ્રોફના ફોટો પણ જારી કરવામાં આવ્યા હતા. પહેલા એવા હેવાલ આવ્યા હતા કે ફિલ્મ માટે જાન્હવી કપુરની પસંદગી કરવામાં આવી છે. જા કે હવે અનન્યા પાન્ડેની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ માટે ચંકી પાન્ડેની પુત્રીએ ઓડિશન આપવામાં આવ્યા બાદ તેની પસંદગી કરવામાં આવી હતી. ઓડિશન દરમિયાન પહેલાની ફિલ્મની આલિયાની કેટલીક લાઇન બોલવા માટે તેને કહેવામાં આવ્યુ હતુ. અનન્યાએ આ લાઇન ખુબ સારી રીતે બોલીને તમામના મન જીતી લીધા હતા. ત્યારબાદ તેની તરત પસંદગી કરવામાં આવી હતી. કરણ જાહર ફિલ્મના સ્ટાર બાળકોને લોંચ કરવા માટે જાણીતા રહ્યા છે. હવે તેઓ વધુ બે કલાકારોને લોંચ કરનાર છે. કરણ જાહર ફિલ્મને લઇને ઉત્સુક છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY