‘ઉરી’ની બોક્સ ઓફિસ પર સફળતા, ૨૦૦ કરોડના ક્લબમાં એન્ટ્રી

0
6

મુંબઈ,તા.૮
વિક્કી કૌશલ અને યામી ગૌતમની ફિલ્મ ‘ઉરી’ બોક્સ ઓફિસ પર હજુ પણ શાનદાર કમાણી કરી રહી છે. સર્જીકલ સ્ટ્રાઈક બનેલી ફિલ્મ ઉરી ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ છે. જ્યારે વિદેશી બોક્સ ઓફિસ પર ઉરીએ ૩૦૦ કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ચાર સપ્તાહ પૂર્ણ કર્યા છે. આ ફિલ્મ ૧૧ જાન્યુઆરીના સિનેમામાં રિલીઝ થઈ હતી અને રિલીઝ બાદ ૨૮ દિવસમાં ફિલ્મે ૨૦૦ કરોડ કરતા વધારેની કમાણી કરી છે.
આ ફિલ્મના લીડ એક્ટર વિક્કી કૌશલ માટે આ મોટી ખુશ ખબર છે. સોલો એક્ટરના રૂપમાં આ તેની પ્રથમ ૨૦૦ કરોડની ફિલ્મ છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.
આ ફિલ્મે પહેલા દિવસે જ ૮.૨૦ કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મે ઓપનિંગ પછી સતત કમાણીમાં વધારો કર્યો છે. ૨૦૧૬માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ તેમજ મોહિત રૈના લીડ રોલમાં જોવા મળ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY