સ્પીકરની ખુરશી પર બેસી ફોટો પડાવનાર વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરુ

0
36

ગાંધીનગર,તા.૨૨
ગુજરાત વિધાનસભાના ગત શિયાળુ સત્રમાં અધ્યક્ષની ખુરશી પર બેસીને ફોટો પડાવવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નિયમ ૨૬૩ હેઠળ સમિતિને તપાસ સોંપી છે. જેથી સમગ્ર મામલાની ચર્ચા હવે વિશેષાધિકારી સમિતિની બેઠકમાં થશે. વાયરલ થયેલા ફોટોથી પણ વિશેષાધિકાર ભંગ થતો હોવાનું મનાય છે.
મહત્વનું છે કે વડોદરાના ભાજપના કાર્યકરે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ પદની ગરીમા લજવી. જેણે અધ્યક્ષની ખુરશીમાં બેસીને ફોટો પાડતાં વિવાદ થયો હતો. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વડોદરાના વોર્ડ નંબર-૭નો ભાજપનો કાર્યકરો અને તે અધ્યક્ષની ખુરશી સુધી કેવી રીતે પહોંચી ગયા તે પણ સવાલ છે ? એટલું જ નહીં ખુરશી પર બેસીને ફોટો પણ પડાવ્યો. વિધાનસભાના સૌથી વધુ ગરિમાપૂર્ણ પદ કહેવાતા અધ્યક્ષની ખુરશી પર બેસીને ફોટો પડાવી ગૌરવ અનુભવતા આ મહાશયનું નામ રાહુલ પરમાર.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY