પણજી,તા.૩૧
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્રએ રાજકારણમાં આવવાના સંકેત આપ્યા છે. પર્રિકરના બંન્ને દિકરા ઉત્પલ અને અભિજીતે શનિવારે નિવેદન આપતા કહ્યું કે, પિતાના રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની વિરાસતને કાયમ રાખવા માટે રાજકારણમાં ઝંપલાવી શકે છે. અગાઉ ઉત્પલે કહ્યું કે, તેઓ યોગ્ય સમયે રાજકારણમાં આવવાનો નિર્ણય કરશે.
પર્રિકરનું ૧૭ માર્ચના રોજ નિધન થયું હતું. તેમના નિધન બાદ અનુમાન લગાવાઈ રહ્યું હતું કે તેમના પુત્રો લોકસભા ચૂંટણી અથવા પિતાની વિધાનસભાની બેઠક પરથી પેટા ચૂંટણી લડશે.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બેન્ઝામિન ડિસરેલીને કોટ કરતા મનોહરના પુત્રએ નિવેદનમાં કહ્યું કે, એવું માનવામાં આવે છે કે નાયકોનો વારસો મહાન નામ અને મહાન ઉદાહરણોની યાદગીરી હોય છે. પિતાના નિધનથી પરિવારમાં ખાલીપો આવી ગયો છે. જો કે, અમારી સાથે ઊભેલા લોકો, સંદેશાઓ અને પત્રોથી અમને મહેસુસ થઈ રહ્યું છે કે અમે એક મોટા પરિવારનો હિસ્સો છીએ, જેને તે તેમની પાછળ મૂકીને ગયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





