પનાસમાં આડા સંબંધની શંકા રાખી બે મિત્રો પર એસીડ હુમલો કરાયો

0
10

માતાને ફોન કરનાર વ્યક્તિ અને તેના મિત્ર પર પુત્રએ એસિડ છાંટી દીધું
સુરત, તા.૧૯
માતાને ફોન કરનાર ઉપર એસિડ હુમલો કરતા બે જણાં દાઝી ગયાની ઘટના ખટોદરા પોલીસ મથકે નોંધાઈ હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પનાસગામ ગણેશ સોસાયટીમાં રહેતાં ડ્રાઈવર અમોલ શ્રીકૃષ્ણ શિરસાઠે આરોપી દુર્ગેશ સંજય અંબોરે રહે. ગણેશકૃપા સોસાયટી વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી અમોલ અને તેનો મિત્ર જય સાથે પનાસ ગામ કચરા પેટીના બાકડા પાસે બેઠો હતો. ત્યારે આરોપી દુર્ગેશે આવીને જણાવ્યું હતું કે મારી માને કેમ ફોન કરે છે તેમ કહી પ્લાસ્ટિકની બોટલમાંથી એસિડ ફેંકતા ફરિયાદી અમોલ અને તેનો મિત્ર જય દાઝી ગયા હતા. આ એસિડ હુમલા સાથે આરોપીઅોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાને ફોન કરનાર વ્યક્તિ સાથે માતાનો આડો સંબંધ હોવાનો વહેમ રાખી દિકરાએ ફોન કરનાર વયક્તિ તથા તેના મિત્ર પર એસીડથી હુમલો કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્લુ પડ્યું હોવાનું જાણવા મળે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY