આજે દેવ ઉઠી એકાદશીએ તુલસી વિવાહ બાદ લગ્નસરાનો શુભારંભ

0
46

બજારોમાં દિવાળી બાદ લગ્નસરાની ખરીદી નીકળશે
સુરત, તા.૧૯
આજે દેવ ઉઠી અગિયારસ સાથે શહેરમાં લગ્નની સીઝનનો પ્રારંભ થશે. દિવાળીના અગિયારમાં દિવસે દેવઉઠી અગિયારસની ઉજવણી વહેલી સવારથી શહેરના મંદિરોમાં શરૂ થઈ ગઈ છે. ઠેર ઠેર મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના આયોજન શરૂ થઈ ગયું છે. તેમજ શહેરમાં ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
દેવઉઠી અગિયારસની પૂજા અર્ચના બાદ આવતીકાલથી લગ્ન ઉત્સવોનો પ્રારંભ થશે. લગ્નની ખરીદીની આશાએ દુકાનદારો શો રૂમ સજાવીને બેઠા છે. શહેરભરના હોલ, પાર્ટી પ્લોટ લગ્ન સમારંભો માટે સુશોભિત થઈ રહ્ના છે. આ વખતે લગ્નના પુષ્કળ મુહૂર્તો હોવાથી ધૂમ લગ્નોનો આયોજનો થશે. લગ્ન વિધિ કરાવતા ગોર મહારાજાને શ્વાસ લેવાની પણ ફુરસદ મળશે નહીં. લગ્નની પુષ્કળ ખરીદી નીકળશે. ભપકાદાર લગ્નના આયોજનોમાં ધૂમ ખર્ચો કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY