એક કા ડબલ કૌભાંડ ઝડપાયું, બેની ધરપકડ

0
7

પંચમહાલ,તા.૧૬
પંચમહાલના કાલોલમાં એક કા ડબલનું કૌભાંડ સામે આવ્યું છે. ૧૦ ટકા વ્યાજની લાલચ આપી રૂ.૨૬.૧૭ લાખની છેતરપિંડી કરવામાં આવી છે. રિયલ ઈન્ડિયા લિમિટેડ નામની કંપની ખોલી નાણા પડાવ્યા હતા. જેમાં લોભામણી સ્કીમ દ્વારા રોકાણકારો પાસેથી કરોડો ઉઘરાવ્યા છે.
તેમજ રાજકોટ, વેરાવળ, અમદાવાદ,વડોદરામાં ઓફિસ ખોલી આ છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં કાલોલ પોલીસે મુખ્ય ૫ પૈકી ૨ આરોપીઓની ધરપકડ કરી છે.
કાલોલથી દેશ વ્યાપી ચિટ ફંડ કૌભાંડ બહાર આવ્યું છે. વધુ વ્યાજ મેળવવાની લાલચે રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા છે. રિયલ ઇન્ડિયા સુરક્ષા નિધિ લિમિટેડ તથા રિયલ ઇન્ડિયા મચ્યુલ બેનિફિટ લિમિટેડ નામની કંપની ખોલી રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે.
બંને કંપનીમાં વધુ રીફન્ડ આપવાની લોભામણી સ્કીમો બતાવી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમજ દેશભરમાં ઓફિસો ખોલી આ રીતે રૂપિયા ઉઘરાવ્યા છે. જેમાં ગુજરાતમાં રાજકોટ, વેરાવળ, અમદાવાદ અને વડોદરા જેવા ચાર ઝોનમાં ઓફિસો ખોલી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY