સુરત,
ખેડૂતો અને આમ નાગરિક માટે પાણીનાં વલખા જયારે વડાપ્રધાનને સ્વચ્છ સુરત બતાવવા માટે પાણીની રેલમછેલ.
પ્રજા એ જ સર્વોપરી છે એ સુત્ર હવે ક્યાંક ખોવાય ગયેલ છે આ લોકશાહી દેશમાં જેનું જીવતું જાગતું ઉદાહરણ સુરત મહાનગર પાલિકાએ આપ્યું છે. સુરત મહાનગરપાલિકા પાસે ખુશામત માટે પાણી તો છે પણ પ્રજાને જીવન જરૂરત માટે અપાતું પાણી પર કાપ છે. આગામી ઉનાળાની પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારથી જ સુરતીઓને અપાતા પાણીનો કાપ શરૂ કરી દેવાયો છે. શહેરના લોકો માટે પાણી કાપ કરી પાણીની કરકસરની સુફીયાણી વાતો કરતું મ્યુનિ. તંત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુશ કરવા ડિવાઈડર પાણીથી ધોઈને પાણીનો બેફામ બગાડ કરી રહી છે. લોકો માટે પાણીનો કાપ અને નેતાઓ માટે પાણીનો બગાડ કરવાની મ્યુનિ.ની નીતિ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉકાઈ ડેમની સ્થિતિ અને પાણીનો જથ્થોને ધ્યાનાં રાખીને સિંચાઈ વિભાગે સુરત મ્યુનિ.ને પાણીની બચત કરવા માટેનો સલાહ આપી છે. સિંચાઈ વિભાગના પત્રને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિ. તંત્રએ લોકોને અપાતા પાણીમાં ૭૦ એમ.એલ.ડી.નો ઘટાડો કરવા સાથે પાણીનો સમયમાં પણ ૧૫ મીનીટનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઉનાળામાં પાણી કાપની સ્થિતિને લઈને સુરત મ્યુનિ.એ લોકોને કરકસરથી પાણીનો ઉપયોગ કરવા માટેની સલાહ આપવાનું શરૃ કરી દીધું છે. સુરત મ્યુનિ.એ લોકોને પાણીની કરકસર માટે જાહેર અપીલ કરી છે તો બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોવાથી મ્યુનિ. તંત્ર મોદીને ખુશ કરવા માટે તેમના રૂટના ડિવાઈડર પીવાના પાણીથી ધોઈને પાણીનો બગાડ કરી રહી છે. લોકો પર પાણીનો કાપ મુકનારા મ્યુનિ. તંત્ર નેતાઓને ખુશ કરવા માટે બેફામ પાણીનો ઉપયોગ કરતી જોઈને લોકોમાં મ્યુનિ. તંત્રની બેવડી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવનાર સમયે સુરતનાં રહીશો પાણીનાં કકળાટ માટે ક્યાં તંત્રને બાનમાં લેશે તે તો આવનાર સમયે જ ખબર પડશે. પ્રજા જો જાગૃત બને તો આવનાર સમયે આવા પાણીનાં વેડફાટને અટકાવી શકે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"