પાણીનો દુકાળ…!?,કચ્છના ૧૧ ડેમોના તળિયા દેખાવા લાગ્યા

0
125

કચ્છ,
તા.૧૪/૦૩/૨૦૧૮

કચ્છમાં ધીરે ધીરે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે. ઉનાળા પ્રારંભ સાથે જ કચ્છના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. કચ્છ મધ્યમ કક્ષાના ૨૦ પૈકી ૧૧ ડેમોના પાણી સૂકાઈ ગયા છે. જેના કારણે આ વર્ષે કચ્છ ઉનાળામાં પાણીની કપરી પરિસ્થતિ ઉભી થઇ છે.

કચ્છમાં આ વર્ષે પણ પાણીનો પોકાર જાવા મળશે. સરહદી કચ્છ જિલ્લામાં છેવાડાના ગામોમાં દર વખતે પાણી માટે લોકોને વલખાં મારવા પડે છે. આ વર્ષે છેવાડાના વિસ્તારોની સાથે મુખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સ્થતિ સર્જાય તો નવાઈ નહિ. રણ વિસ્તારમાં આવેલા ગામોમાં દર ઉનાળાની સીઝનમાં પાણી માટે ટળવળતા લોકો અને પશુધનની હાલત દયનીય જાવા મળે છે. પરંતુ આ વખતે તો ઉનાળાની સીઝન દસ્તક દે એ પેહલા જ કચ્છના મોટાભાગના ડેમ પાણી સુકાઈ જતા આ વર્ષે કચ્છના ખેડૂતો અને લોકો અને પશુધન માટે કપરું સાબિત થાય તેવું લાગી રહ્યું છે.

કચ્છના તળિયા ઝાટક ડેમોની વાત કરીએ તો, લખપત તાલુકાના સાનન્ધ્રો, નખત્રાણા તાલુકાના નિરોણા અને ભૂકી, ભુજ તાલુકાના કાયલા ડેમ અને કાસવતી ડેમ, મુન્દ્રા તાલુકાના ગજાડ અબડાસા તાલુકાના બેરાચિયા, માંડવી તાલુકાના ડોણ સહિતાનાં ડેમો તળિયા ઝટકા થઇ ગયા છે. છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતની કપરી પરિસ્થતિમાંથી પસાર થઇ રહેલ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે અછતનાં અણસાર જાવા મળી રહ્યા છે. પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે કચ્છની જીવાદોરી સમાન ટપ્પર ડેમને નર્મદા પાણીથી ભરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ટપ્પર ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં જીલ્લામાં ઉભી થયેલી પાણી સમસ્યા પહોચી વળવા માટે પાણી પુરવઠા બોર્ડ આગતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે

કચ્છ જીલ્લામાં દૈનિક પાણીની જરૂરિયાત ૪૫૦ એમ.એલ.ડી છે. જેની સરખામણીએ માત્ર ૨૧૦ એમ.એલ.ડી પાણી નર્મદા દ્વારા મળે છે. બાકીનો જથ્થો લોકલ સ્રોત મારફત અપાય છે. કચ્છ જિલ્લામાં પાણી વિકટ પરિસ્થતિ પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અંજારનાં ટપ્પર ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યો છે. ટપ્પર ડેમને ભરવાથી કચ્છ જિલ્લામાં ઉભી થયેલ પાણી સમસ્યા ઉકેલ આવી શકે તેમ છે. હાલ ઉનાળા શરૂઆત સાથે જ કચ્છ જિલ્લાનાં મધ્યમ સિંચાઈનાં ૧૦ જેટલા ડેમો તળિયા ઝાટક થઇ ગયા છે. જેના કારણે આગામી દિવસોમાં પશુઓ અને લોકો માટે પાણી સમસ્યા વિકટ બને તેવા અણસાર જાવા મળી રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY