કોંગ્રેસના ગોવા પ્રદેશ પ્રમુખે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો
પણજી,તા.૬
કોંગ્રેસના ગોવા પ્રદેશ એકમના પ્રમુખ ગિરીશ ચોડનકરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ગોવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું છે કે રફાલ યુદ્ઘવિમાનના સોદામાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત મુખ્ય ફાઈલોને કારણે બીમાર મુખ્યપ્રધાન મનોહર પર્રિકરનો જીવ જાખમમાં છે.
ગિરીશ ચોડનકરે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરની ફુલ-પ્રુફ સુરક્ષાની માગણી કરી છે. ગોવા કોંગ્રેસની એક વિવાદાસ્પદ ઓડિયો ક્લિપ સંદર્ભે એફઆઈઆર નોંધાવામાં થયેલા વિલંબ મામલે પણ સવાલ ઉઠાવ્યો છે. આ ઓડિયોમાં ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેની કોઈની સાથે ટેલિફોનિક વાતચીત થઈ રહી હતી.
કથિત ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે કે પર્રિકરે રફાલ સોદા સાથે સંબંધિત ફાઈલોને પોતાના બેડરૂમમાં છૂપાવી રાખી છે. વિશ્વજીત રાણેએ ઓડિયો ક્લિપ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમણે પર્રિકર અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અનુરોધ કર્યો છે કે તેઓ આખા મામલાની તપાસ કરાવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




