શ્રીનગર,તા.૬
શ્રીનગરના પંથાચોક વિસ્તારમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ હતી. સીઆરપીએફ જવાનો વચ્ચે કોઈ બાબતે ચર્ચા થઈ રહી હતી જેણે જાત-જાતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. સૂત્રો દ્વારા મળેલ જાણકારી પ્રમાણે, સીઆરપીએફની ૨૯ બટાલિયનના પેંટા ચોક સ્થિત કેમ્પમાં સીઆરપીએફ જવાનો વચ્ચે રવિવારે સવારે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી.
આ બોલાચાલી એટલી હદે વકરી ગઈ કે એક જવાને પોતાના બે સાથી જવાનોને ગોળી મારી દીધી. ગોળી એકદમ નજીકથી મારવામાં આવી હતી તેથી બંને યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે આ હુમલો કરનાર જવાને ખુદ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પોતાની જાતને ગોળી મારનાર જવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આત્મહત્યા કરનાર જવાનની ઓળખ મુકેશ ભાવુક તરીકે કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



