પાનોલી ની યુનિક કેમિકલમાં ભીષણ આગ

0
362

ભરૂચ જિલ્લાની પાનોલી જીઆઈડીસીમાં યુનિક કેમિકલ કંપની માં ધડાકા સાથે આગ ફાટી નીકળી

બે કામદારના મોત, ૬ ઘાયલ ૮ જેટલા ફાયર બ્રિગેર્ડે આગ પર કાબુ મેળવ્યો હતો

અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસી સ્થિત યુનિક ફાર્મા કંપનીમાં આજે સવારે ૭.૩૦ કલાકે ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી. જેના પગલે કંપનીમાં કામ કરી રહેલાં કામદારોમાં દોડધામ મચી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલ ૨ કામદારના મોત નીપજ્યા હતા જ્યારે ૬ કામદારને ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
અંકલેશ્વરની પાનોલી ઓદ્યોગિક વસાહતમાં આવેલ યુનિક કેમિકલ કંપનીના પ્લાન્ટ નંબર ૫ માં આજે સવારના સમયે રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન રીએક્ટરમાં પ્રેશર વધી જતા જોરદાર ધડાકો થયો હતો જેના પગલે પ્લાન્ટમાં ભીષણ આગ ફાટો નીકળી હતી.આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.બનાવ અંગેની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસી, પાનોલી ફાયર સ્ટેશન અને નગર પાલિકાના ફાયર વિભાગના ૮ જેટલા ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી ૨ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.રીએક્ટરમાં બ્લાસ્ટ થતા પ્લાન્ટની એક દિવાલ ધરાશાયી થઇ હતી જેમાં નજીકમાં કામ કરી રહેલ ૬ કામદારોને ઈજા પહોચી હતી.ઈજાગ્રસ્તોને તાતકાલીક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મંજીત યાદવ અને પ્રતિક પટેલ નામના કામદારનું મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે ભરૂચનાં ડેપ્યુટી ડાયરેકટર ઓફ ઇન્ડ. સેફટી એન્ડ હેલ્થના વડા પી.એચ. પટેલ પણ કંપની ખાતે ઘટનાની તપાસ અર્થે પહોંચ્યા હતા. અને તપાસ શરુ કરી હતી. કંપની સત્તાધીશો દ્વારા દુર્ઘટનામાં મૃત્યુ પામેલ કામદારના પરિવારજનોને રૂપિયા ૫-૫ લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ડીપીએમસીનાં ચીફ ઓફિસર વિજય આસરે જણાવ્યું હતું કે, સવારે ડીપીએમસીને પાનોલીની યુનિક કંપનીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જે બાદ અમારી ટીમ તરત ઘટના સ્થળે દોડી આવી હતી. તેમણે ફાયરને કંન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક કલાકમાં આઈસોલેટ કરીને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.
કંપનીનાં જનરલ મેનેજર બી.એમ.સીતપરાએ જણાવ્યું હતું કે, આજે સવારે લગભગ ૭.૩૦ ના સુમારે રિએક્શનમાં પ્લાન્ટમાં ટેમ્પરેચર વધ્યું હતુ. મોટા ભાગે પ્રોડક્શનની ટીમ આવી ગઈ હતી. તેમણે કન્ટ્રોલ માટે પુરતા પ્રયત્નો કર્યા હતા. એક્શન લેતાં પહેલાં જ બ્લાસ્ટ થયો હતો. તે સમયે પ્લાન્ટની બહાર રહેલા લોકોને અસર થતાં ૬ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જે લોકોનાં મૃત્યુ થયા છે તેમનાં પરિવારજનોને કંપની દ્વારા રૂપિયા ૫ લાખનું વળતર ચૂકવવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને કંપનીના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રકમ ચૂકવવામાં આવશે.

મરનાર કામદારો.
(૧) પ્રતીક રમેશભાઈ વાવૈયા, ઉ. ૨૭, રહે. ૪૦૧/બી૪ , શુભલક્ષમી એપાર્ટમેન્ટ, જીઆઈડીસી, અંકલેશ્વર
(૨) મંજીત રામ ખીલાવન યાદવ, ઉ. ૨૧, સંજાલી, તા. અંકલેશ્વર.
ઇજા પામનાર કામદારો.
(૧) સ્નેહલ કેશવભાઈ પટેલ ઉ. ૪૦, કિષ્ણાનગર, અંકલેશ્વર
(૨) રાકેશકુમાર ઉ.૨૪
(૩) મુખ્તાર અહમદ ખાન ઉ. ૩૫, રહે. પાનોલી.
(૪) દર્શન રજનીકાંત સુરતી ઉ. ૨૬, મુલ્લાવાડ, અંકલેશ્વર
(૫) રમેશ સોમાભાઈ પટેલ ઉ. ૫૨, શીલા એપાર્ટમેન્ટ, પાનોલી
(૬) પ્રવિણસિંહ પઢીયાર ઉ. ૨૨, પાનોલી

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY