ગુણોત્સવનું પરિણામ જાહેર: A + તથા A ગ્રેડની શાળાઓમાં વધારો

0
99
ધો-2થી 8ના 48 લાખથી વધુ બાળકોનું મૂલ્યાંકન કરાયુ
– સફળતાના દાવાઓ વચ્ચે શિક્ષણનું સ્તર કથળ્યું એ હકીકત

શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવા માટે ચાલુ વર્ષે ગુણોત્સવ- ૮ યોજાયો હતો. જેનું પરિણામ સોમવારે જાહેર કરાયુ હતું. સરકારનો દાવો છે કે શિક્ષણમાં ગુણાત્મક સુધારાણામાં સરકારના પ્રયાસોને સફળતા મળી છે. એ પ્લસ ગ્રેડની શાળાઓ ૨૧૧૭થી વધીને ૩૨૦૭ અને એ ગ્રેડની શાળાઓ પણ ૧૭૬૫૩થી વધીને ૨૨૪૩૬ થઈ છે. જ્યારે બી ગ્રેડની શાળાઓ ૧૨૫૫૬થી ઘટીને ૭૬૨૯, Cગ્રેડની શાળાઓ ૧૬૧૩થી ઘટીને ૭૭૪ અને D ગ્રેડની શાળાઓ ૩૦૦થી ઘટીને ૧૮૧ નોંધાઈ છે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું કે, ગુણોત્સવમાં તમામ પ્રાથમિક શાળાઓનું વિશિષ્ટ રીતે બે બાબતોનું મુલ્યાંકન થાય છે. બાળકોની સિદ્ધિ અને શાળાઓની સહ અભ્યાસ પ્રવૃત્તિઓ તથા શાળાના સંશાધનોનો ઉપયોગ બાળકોની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે છે. ૨થી ૮ના લગભગ તમામ ૪૮ લાખથી વધુ બાળકોની વાચન, લેખન અને ગણન ક્ષમતાઓનું મૂલ્યાંકન કરાયું હતું. જ્યારે ધો. ૬થી ૮માં તમામ ૨૧ લાખથી વધુ બાળકોનું તેમના ગણિત, વિજ્ઞાાન, સામાજિક વિજ્ઞાાન અને ભાષા જેવા વિષયોને આવરી લઈને ઓએમઆર પદ્ધતિથી મૂલ્યાંકન કરાયું હતું. ગુણોત્સવના પરિણામને આધારે ગ્રેડ આપવામાં આવે છે. જેમાં ૬૦ ટકા ગુણભાર બાળકોની શૈક્ષણિક સિદ્ધિ અને ૪૦ ટકા ગુણભાર અભ્યાસ પ્રવૃત્તિ વગેરેને આપવામાં આવે છે. સફળતાના આવા દાવાઓ વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે અમદાવાદ સહિતના મોટા ભાગની શહેરોની શાળાના હજારો બાળકોને આજે પણ યોગ્ય રીતે લેખન- વાંચન અને ગણન આવડતું નથી. ઘણી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી. અનેક શાળાઓમા જુદા જુદા વર્ગના બાળકોને એક સાથે બેસાડીને શિક્ષક તેમને ભણાવે છે. કારણ કે શિક્ષકો પૂરતી સંખ્યામાં નથી. ગુણોત્સવના પેપરો છપાવવામાં પણ ભ્રષ્ટાચાર અને છબરડાઓની બૂમ ઉઠી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY