ગાંધીનગર,તા.૬
ગુજરાતમાં ફરી એકવાર મિલકતમાં પાર્કિંગ અનામત રાખવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે. પાર્કિંગ સ્પેસ સિવાયની ઇમારતોને બાંધકામની મંજૂરી આપવામાં નહીં આવે. સરકારે આ અંગેનો GR રિવ્યૂ કર્યો છે.
સરકારના આદેશનું પાલન રાજ્યની તમામ શહેરી સંસ્થાઓ તેમજ સત્તાવિકાસ મંડળને લાગુ પડશે. ખાસ કરીને જાહેર સ્થળની નજીકમાં પાર્કિંગની જગ્યા ઊભી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. બિલ્ડરોએ મિલકત બનાવતાં પહેલાં આ જગ્યાને અનામત રાખવી પડશે.
સરકાર નવી પોલિસીમાં એવી જાગવાઈ કરી રહી છે કે માર્ગ સાઇડે વાહનો પાર્ક થાય નહીં. દરેક મિલકતને પાર્કિંગની જગ્યા ફાળવવાની રહેશે. રાજ્ય રોડ સલામતી કાઉન્સીલના સભ્યો તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરી સત્તાવાળાઓ, શહેરી વિકાસ વિભાગ, રસ્તાઓ અને ઇમારતો વિભાગ અને તમામ સંબંધિત સત્તાવાળાઓના પ્રતિનિધિઓને મળ્યા હતા અને તેમને તમામ મુખ્ય જાહેર સુવિધાઓ માટે અનામત પ્લોટ્સમાં પાર્કિંગની સ્કીમ બનાવવા અંગે તાકીદ કરી હતી.
રાજ્યના શહેરોમાં જ્યાં ભૂગર્ભમાં પાર્કિંગની સુવિધા છે અને તેમાં દુકાનો કે ઓફિસ થઈ છે તે દૂર કરાવી પાર્કિંગ માટેની જગ્યા ખૂલ્લી કરાશે અન્યથા ઇમારતને સીલ કરી દેવામાં આવશે. સરકાર ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણેની સજાની જોગવાઈ પણ અમલમાં મૂકવા માગે છે. સરકારે રોડ સેફ્ટી ઓથોરિટીમાં નવી નિયુક્તિ કરવાનું પણ નક્કી કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



