અન્ય બેટ્‌સમેનોએ કોહલીની સફળતામાંથી બોધપાઠ લેવો જાઈએ : કુમાર સંગક્કારા

0
280

કોલંબો,તા.૬
જીતવાં માટે ૧૯૬ રનનો જેવો આસાન પડકાર પણ ભારતીય બેટ્‌સમેનો ઝીલી ન શકતાં પ્રથમ ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો. ત્યારે કોહલી સીવાય અન્ય કોઈપણ બેટ્‌સમેન સારુ પ્રદર્શન કરી શક્યું ન હતુ. ત્યારે શ્રીલંકન બેટ્‌સમેન અને લિજેંડ કુમાર સંગક્કારા માને છે કે અન્ય બેટ્‌સમેનોએ કોહલીની સફળતામાંથી બોધપાઠ લેવો જોઈએ.ટીમ ઈંડિયાએ બન્ને ઈનિંગમાં ૪૩૫ રન કર્યા હતા. જેમાં એકલાં કોહલી એ ૨૦૦ રન કર્યા હતા. આ સીવાય ટીમનું ટોપ ઓર્ડર અડધી સદી પણ કરી શકયા ન હતા. તે બાબત અંગે બોલતાં તે કહે છે કે ભારતીય બેટ્‌સમેનો એ પહેલાં એ વાત નક્કી કરી લેવી જાઈએ કે તેઓને ફ્રંટ ફુટ પર રમવું છે કે બેક ફુટ પર કોહલીની ઈનિંગની એ જ કમાલ છે.
જો તમે અન્ય બેટ્‌સમેનને જોશો તો તેમણે એ જ ભુલ કરી. રેહાનેનું ફુટ વર્ક પહેલાં યોગ્ય જ હતુ. પરંતુ બટલરની બોલિંગ આવતાં જ તેણે પોતાની એકાગ્રતા ગુમાવી તેવું જ દિનેશ કાર્તિક સાથે બન્યુ.
અલબત તેણે લોકેશ રાહુલની ટીકા ન કરી હતી. કારણ સ્વિંગ થઈને આવતો બોલ પારખવામાં ક્યારેક ભુલ થઈ જાય તે સ્વાભાવિક છે. તો શિખર ધવન અંગે તેણે કહ્યું કે શિખર શંકા સાથે બેટિંગ કરી રહ્યો હોય તેવું લાગે છે. બીજી ટેસ્ટ ગુરુવારથી શરુ થવાં જઈ રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY