લોયા કેસમાં પીઆઈએલ ફિક્સ હતી, અરજીઓ ફગાવવા પાછળ રાજકીય હેતુ ઃ કોંગ્રેસ

0
79

લોયા કેસમાં કોઇ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નહી
ન્યુ દિલ્હી,તા.૨૬
જજ બ્રિજભૂષણ હરકિશન લોયાની શંકાસ્પદ મોતને લઇને કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરી કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે જજ લોયા મામલે જે ૈઁંન્ દાખલ કરવામાં આવી હતી હતી તે ઇજીજી ના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેથી આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી શકે. સિબ્બલે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે તપાસ સાથે જાડાયેલી અરજીઓ ફગાવવા પાછળ રાજનીતિક હેતુ હોવાનું કારણ રજુ કર્યું હતું તે યોગ્ય છે. સિબ્બલે દુઃખ વ્યક્ત કરતા કÌšં કે આ કેસમાં કોઇ કાનુની કાર્યવાહી કરવામાં આવી નહી અને ૈઁંન્ દાખલ કરવામાં આવી. ૈઁંન્ દાખલ કરનાર વ્યÂક્ત પર આરોપ મઢતા સિબ્બલે કÌšં, સુરજ નાગપુરનો રહેવાસી છે અને તે બીજેપી અને આરએસએસની નજીક છે. તેણે સિવિક ચૂંટણી માટે બીજેપી પાસેથી ટિકિટ માંગી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે.એમ. જાસેફના નામની મંજૂરી ના આપવા પર પણ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે.
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ અમે સતત કહેતા રહ્યા કે ન્યાયપાલિકા જાખમમાં છે. કાયદો કહે છે કે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ કહે છે તે હશે, જ્યારે સરકાર ઈચ્છે છે કે જા તેમના મરજી વિરુદ્ધ થયુ તો કોલેજિયમની ભલામણોને નજરઅંદાજ કરશે અને તેને મંજૂરી આપશે નહીં. ભાજપ કહે છે કે દેશ બદલાઈ રહ્યો છે, પરંતુ અમે કહીએ છીએ કે દેશ બદલાઈ ગયો છે. આજે સરકાર ન્યાયપાલિકા સાથે જે વર્તન કરી રહી છે. તે સમગ્ર દેશ જાણે છે. સરકારની ઈચ્છા સ્પષ્ટ છે કે તે જસ્ટિસ જાસેફને જજ બનવા દેશે નહીં. સિબ્બલે કહ્યુ કે સરકાર કોલેજિયમના હિસાબથી ચાલવા ઈચ્છતી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY