ગાંધીનગર,તા.૧૫
પાસ કન્વીનર હાર્દિક પટેલે ૧૯ દિવસના ઉપવાસ બાદ પારણાં કરી લીધા છે ત્યારે હવે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે પાટાદાર સમાજના હીત માટેની કેટલીક માંગણીઓ સરકાર સામે મુકી છે. અને સરકારને માંગણીઓ પુરી કરવા માટે અલ્ટીમેટમ પણ આપ્યું છે. આવી સ્થિતિ માં પાટીદાર અગ્રણની સંસ્થા સિદસર ઉમિયા માતા મંદિરના પ્રમુખ જયરામ પટેલે કોઇ કાર્યક્રમ ન આપવા માટે વિનંતી કરી છે. સાથે સાથે ગુજરાતની શાંતિ ન ડ્હોહળાય તેમ માટે પણ અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે મીડિયા સાથે વાત કરતા તેમની તળપદી ભાષામાં સરકારને આંધળી અને બહેરી કહી હતી.
“લાલજી પટેલે સરકારને પોતાના મુદ્દાઓ આપીને અલ્ટીમેટમ આપ્યું હતું. અમે સંસ્થાઓએ વિચાર કર્યો અને અત્યાર ગુજરાતની શાંતિમાં કોઇ ખલેલ ન પહોંચે અને વાતાવરણ બગડે નહીં. એટલે બધી સંસ્થાઓનો સંદેશો તમારા માટે આપવો. લાલજી પટેલને વિનંતી કરીએ છીએ કે પાટીદારોની મુખ્ય છ સંસ્થાઓ છે જેના કન્વીનર સી.કે. પટેલ છે જેઓ વિદેશમાં હોવાથી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પણ વિદેશ હોવાથી અમે સંસ્થાઓએ નક્કી કર્યું કે, સિદસર ઉમિયા માતા મંદિરના ઉપ પ્રમુખ તરીકે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ અને એસપીજીના મિત્રને અમે વિનંતી કરીએ છીએ કે તમારા જે પણ મુદ્દાઓ તમારા મુદ્દાઓ સરકારને આપજા. જરૂર પડે તો અમને પણ મુદ્દાઓ આપજા તો અમે પણ સામેલ થઇશું. અત્યારે કોઇ જાતના કાર્યક્રમ ના આપે. અને ગુજરાતની આ શાંતિમાં કોઇજાતની ખલેલ ન થાય. સમાજના આગેવાન તરીકે હું આ લોકોને વિનંતી કરું છું. મને આશા છે કે અમારી આ વિનંતીને આ મિત્રો માન્ય રાખે. ”
સરકારે તમને પ્રેસકોન્ફરન્સ કરવા કહ્યુ છે? આ પ્રશ્નના જવાબમાં જયરામ પટેલે કÌš હતું કે,”સરકારે મને કંઇ કહ્યુ નથી. અમારા સજાનો પ્રશ્ન છે એટલે આ સમાજની સંસ્થાઓ વતી આ સંદેશો મોકલવા માગતા હતા. “પહેલા પાસ અને પછી એસપીજી આવી છે તમને શું લાગે છે કે, આ રાજકીય સ્ટન્ટ છે? તેના જવાબમાં તેમણે કહ્યુ કે, “હું રાજકીય માણસ નથી એટલે હું કંઇ ન કહી શકું પરંતુ ઢોલ વાગે તો આવું બધું થાય”
માગણીઓ કરનારા સાચા કે સરકાર સાચી તમને કોણ સાચું લાગે છે ? તેના જવાબમાં જયરામ પટેલે કહ્યુ હતું કે,”માંગણીઓ કરનારા અડધા સાચા હતો અને અડધા સાચા ન હોય અને સરકાર પણ અડધી સાચી હોય અને અડધી સાચી ન હોય. સરકાર આંધળી અને બહેરી બંને હોય.”
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



