સીટી બસનો કતારગામ સુધીનો રૂટ આજથી સિંગણપોર સુધી લંબાયો

0
6

સિંગણપોરથી નીલગીરી સર્કલ સુધી બસ દોડશે
સુરત, તા.૧
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને સુરત શહેર તથા આજુબાજુ વિસ્તારમાં બીઆરટીએસ અને સીટી બસની સુવિધા રાહત દરે પૂરી પાડવામાં આવી રહેલ છે. હાલમાં બીઆરટીએસ અંતર્ગત કુલ ૧૦ રૂટ તથા સીટી બસ અંતર્ગત કુલ ૩૨ રૂટ કાર્યરત છે. જેમાં દૈનિક આશરે સરેરાશ ૨ લાખથી વધુ મુસાફરો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહેલ છે.
જાહેર પરિવહન સેવા અંતર્ગત સીટી બસમાં હાલમાં કાર્યરત રૂટ નં.૨૫૪ ચંદ્રશેખર આઝાદ બ્રીજ કતારગામથી લીંબાયત સુધી કાર્યરત છે. જે હાલમાં કાસકીવાડ, ભાગળ, રેલવે સ્ટેશન, કમેલા દરવાજા, આંજણા, નીલગીરી સર્કલ, ગોડાદરા થઈ લીંબાયત સુધી કાર્યરત છે. પરંતુ સિંગણપોર તથા સુમન દર્શન હાઉસિંગના વિસ્તારના મુસાફરો રેલવે સ્ટેશન અને લીંબાયત સુધી વધુ મુસાફરી કરતા હોય તેઓની જરૂરીયાત અને માંગણીને ધ્યાને લઈ આ રૂટમાં જરૂરી ફેરફાર કરવામાં આવેલ છે. જે આવતીકાલથી સુમન દર્શનથી લીંબાયત વાયા કતારગામ દરવાજા, ગોટાલાવાડી, પટેલ નગર, રેલવે સ્ટેશન, કમેલા દરવાજા, આંજણા, નીલગીરી સર્કલ ગોડાદરા થઈને જશે.
આમ, રૂટ નં.૨૫૪ જે ચંદ્રશેખર આઝાદ બ્રીજ કતારગામથી લીંબાયત સુધી કાર્યરત હતો તે રૂટને જાહેર જનતાની સગવડતા ખાતર આજરોજથી સુમન દર્શન થી લીંબાયત વાયા કતારગામ દરવાજા, ગોટાલાવાડી, પટેલનગર, રેલવે સ્ટેશન, કમેલા દરવાજા, આંજણા, નીલગીરી સર્કલ, ગોડાદરા કરવામાં આવેલ છે. જે પીકઅવર્સ ૧૫ મિનિટની ફ્રિકવન્સીથી કાર્યરત રહેશે. જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY