ગીર-ગઢડા,તા.૧૫
ગિરગઢડા તાલુકાના કાંધી ગામે જંગલી ભૂંડ અને રોજડા જેવા વન્યપ્રાણીથી પાકને બચાવવા વાડી ફરતે મુકેલા શોર્ટએ વૃદ્ધનો ભોગ લેતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે. આ ઘટના વાડી માલિકની હાજરીમાં જ બની હોય પોતાના પર ગુનો ન આવે તે માટે અને પોતાના પાપને છૂપાવવા પોતાની જ વાડીમાં ખાડો ખોદી વૃદ્ધની લાશને દાટી દીધી હતી. વૃદ્ધ રાત સુધી ઘરે ન ફરતા પરિવારજનોએ પોલીસમાં જાણ કરતા વાડી માલિકની ધરપકડ કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી અને ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં વૃદ્ધની લાશ બહાર કાઢી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગિરગઢડાના કાંધી ગામે રહેતા બાબુભાઇ સાદુળભાઇ ડાભી ગઇકાલે શુક્રવારે સવારે ખાટુભાઇ ગોહિલની વાડીએ મજૂરીકામ માટે જતા હતા. ત્યારે રસ્તામાં ડાયાભાઇ શામજીભાઇ અંટાળાએ પાકને વન્યપ્રાણીથી બચાવવા મુકેલા શોર્ટને અડી જતા બાબુભાઇ ત્યાં જ ઢળી પડ્યા હતા. આ ઘટના વાડી માલિક ડાયાભાઇની હાજરીમાં બનતા પોતાના પર ગુનો ન આવે તે માટે પોતાની જ વાડીમાં ખાડો ખોદી બાબુભાઇને દાટી દીધા હતા.
બાબુભાઇ સવારથી રાત સુધી ખાટુભાઇની વાડીએ ન પહોંચતા પોલીસમાં જાણ કરી હતી. આથી પોલીસ વાડી માલિક ડાયાભાઇની ધરપકડ કરી પૂછપરછ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ડાયાભાઇએ પોતાની વાડીમાં બનાવ બન્યો જ નથી તે માટે બાબુભાઇના ચપ્પલ અને ટુવાલ ખાટુભાઇની વાડીએ મુકી આવ્યા હતા. બાબુભાઇનું શોર્ટથી મોત થયું છે કે નહીં અને શોર્ટ લાગ્યા પછી બાબુભાઇ મોતને ભેટ્યા હતા કે પછી બેભાન અને દાટી દીધા હતા તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ બહાર આવશે.
હાલ પોલીસે બાબુભાઇના મૃતદેહને પીએમ માટે હોસ્પિતલે ખસેડ્યો છે. પીએમ બાદ જા પોલીસ દ્વાર ૩૦૨ની કલમ લગાડવામાં નહીં આવે તો લાશ નહીં સ્વીકારવા પરિવારજનોએ ઇન્કાર કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



