રાજકોટ,તા.૧૯
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતા રામ પાર્ક ૩માં પ્રેમીપંખીડાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતા જ આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને બન્નના મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક તપાસમાં યુવાન પરિણીત હોવાની જાણ યુવતીના પિતાને થઇ જતા લગ્ન કરવાની ના પાડતા બન્નેએ આ પગલું ભર્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શિવજી નગરમાં રહેતા ૨૭ વર્ષીય રાજેશ પરમાર અને રામ પાર્ક- ૩માં રહેતી ૧૮ વર્ષીય સોનલ રવજી ચૌહાણ નામની યુવતીએ ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ બે વર્ષ પહેલા તેના પિતાને રાજેશ સાથે લગ્ન કરાવી દેવાનું કહ્યું હતું. પરંતુ રાજેશ પરિણીત હોય તેણીના પિતાએ લગ્ન કરાવી દેવાની ના પાડી હતી. અને રાજેશ પર તેના પત્ની દ્વારા ખાધાખોરાકીનો કેસ પણ કરાયો હોવાનું જાણવા મળ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




