ઓસ્ટ્રેલિયાએ છેલ્લી બે ટેસ્ટ મેચો માટે પોતાની ટીમની કરી જાહેરાત

0
9

પર્થ,તા.૧૮
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે ૧૪૬ રનથી જીતી લીધી. આ જીત બાદ ટેસ્ટ મેચની આ સિરીઝ ૧-૧થી બરાબરી પર આવી ગઇ છે. આ પહેલા ભારતે એડિલેડમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ૩૧ રનથી જીત હાંસલ કરી હતી. પર્થ ટેસ્ટમાં જીત હાંસલ કર્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ એક મોટી જાહેરાત કરી છે. સીએએ છેલ્લી બે ટેસ્ટ મેચો માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.
પ્રથમ બે ટેસ્ટ મેચો માટે પોતાની ટીમનું પ્રદર્શન જાતા સીએ એ અંતિમ બંન્ને મેચો માટે પોતાની ટીમમાં કોઇ બદલાવ નથી કર્યો. સીએ એ તે જ ૧૩ ખેલાડીઓ પર મેલબોર્ન અને સિડની ટેસ્ટ માટે વિશ્વાસ દાખવ્યો છે.
એરોન ફિંચ, માર્કસ હૈરિસ, શાન માર્શ,. ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, ટિમ પેન, મિચેલ માર્શ, માનથ લિયોન, પૈટ કમિંસ, જાશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક, પીટર હૈડ્‌સકોમ્બ અને પીટર સિડલ.
એરોન ફિંચની આંગળીમાં ઇજા થવાના કારણે એવા પ્રકારની ખબરો આવી રહી હતી કે, હોઇ શકે તે ત્રીજી ટેસ્ટમાં ન રમી શકે. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે તેમને ટીમમાં પસંદગી કરી તમામ ખબરોને વિરામ આપી દીધો છે. તમને જણાવી દઇએ કે, પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં મોહમ્મદ શમીના એક બોલ પર ફિંચ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. આંગળીમાં લાગેલ આ ઇજાના કારણે તે રિટાયર્ડ હર્ટ પણ થઇ ગયો હતો. જાકે, આગામી દિવસે તે બેટિંગ કરવા ઉતર્યો અને પ્રથમ બોલ પર જ આઉટ થઇ પેવેલિયન ફર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY