પ્રયાગરાજ,તા.૨૩
અલાહાબાદમાંથી તાજેતરમાં જ પ્રયાગરાજ બનેલા ઐતિહાસિક નગરમાં કુંભ મેળાના કારણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જાવા મળે છે. દેશ વિદેશમાંથી ભક્તો આવી સંગમમાં આસ્થાભેર સ્નાન કરી અને પુણ્યનું ભાથુ બાંધે છે. મેળામાં સુરક્ષા અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. જા કે તમામ વ્યવસ્થામાં સૌથી વધારે ચર્ચા અહીં બનાવેલા ટોયલેટ કેફેટેરિયાની છે.
આ વર્ષે કુંભ મેળામાં સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રીય ત કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષ દરમિયાન જ્યારે કુંભ મેળો ભરાતો ત્યારે લોકો માટે શૌચાલયનો અભાવ વર્તાતો. તેના કારણે લોકોએ ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરવી પડતી પરંતુ આ વર્ષે મેળામાં ૧,૨૦,૦૦૦ શૌચાલય બનાવવામાં આવ્યા છે અને સફાઈકર્મચારીની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવી છે.
અહીં શ્રદ્ધાળુઓ માટે ટોયલેટ કેફેટેરિયા બનાવવામાં આવ્યા છે. આ કેફેટેરિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અહીં જે બેઠક વ્યવસ્થા છે તેને કમોડનો આકાર આપવામાં આવ્યો છે. આ વ્યવસ્થાના માધ્યમથી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવે છે. તેના પર સ્વચ્છતા, શૌચાલય અને પાણીના સંગ્રહ માટેના સંદેશ પણ અલગ અલગ રીતે લખવામાં આવ્યા છે. આ તમામ વ્યવસ્થા ઉત્તર પ્રદેશની યોગી સરકારએ કરી છે. આ વર્ષે કુંભ મેળા માટે ૪૨૦૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ રકમ વર્ષ ૨૦૧૩ના કુંભ મેળા કરતાં ત્રણગણી વધારે છે. કુંભ મેળામાં આ વર્ષે ૧૨ કરડો શ્રદ્ધાળુ પહોંચે તેવું અનુમાન છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




