મુંબઇ,તા.૧૧
કોઈ પણ સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તેને સંપૂર્ણ સ્ત્રી તરીકેનો અહેસાસ થાય છે. આ ખાસ અહેસાસથી સ્ત્રીનો પુન;જન્મ થાય છે એવુ કહેવુ અતિશ્યોક્તિ ભર્યુ તો નથી જ. સ્ત્રી અને પુરૂષ પતિ-પત્નીમાંથી માતા પિતા બને ત્યારે બંનેની જવાબદારીઓ બદલાય જાય છે. બાળકના આવવાથી જીવનનો જાણે કે અર્થ જ બદલાઈ જતો હોય છે.
પોતાના બાળકો અંગે વાત કરતા સુઝેને જણાવ્યુ કે મારા બંને બાળકો મને ખુબજ પ્રેરણા આપે છે. પર્સનલ અને પ્રોફેસર લાઈફને બેલેન્સ કરવાની વાત પર સુઝેને જણાવ્યુ કે ઘર અને કામ વચ્ચે બેલેન્સ જાળવવું મારી પ્રાથમિક્તા છે. જો આ બેલેન્સમાં ક્યાંય પણ ચુક થાય તો તમે જીવનમાં પાછળ રહી જાવ છો.
સુઝેને પોતાની કેરિયર અને જીવનને લઈને કહ્યું કે મારી કેરિયર જે રીતે આગળ વધી રહી છે તેનાથી હું ખુશ છુ. મારી અત્યારસુધીની પ્રોફેશનલ યાત્રા ખુબજ સારી રહી છે. ધ લેબલ લાઈફ માટે સ્ટાઈલ એડિટર તરીકે હાલ સુઝેન સારૂ કામ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




