અખાડા પરિષદ ચાર માર્ચ બાદ રામમંદિરના નિર્માણની માંગ સાથે આંદોલન કરશે

0
10

પ્રયાગરાજ,તા.૩
કુંભ મેળામાં વીએચપીની ધર્મસભામાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા અખિલ ભારતીય અખડા પરિષદે મહત્વની જાહેરાત કરી. અખાડા પરિષદે નાગા સન્યાસીઓની આગેવાનીમાં અયોધ્યા કૂચ કરવાનું એલાન કર્યુ. અખાડા પરિષદે નક્કી કર્યુ છે કે, ચાર માર્ચના રોજ કુંભ મેળાના સમાપન બાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની માગ સાથે આંદોલન તેજ કરવામાં આવશે અને અયોધ્યા તરફ કૂચ કરવામાં આવશે. જેની આગેવાની નાગા સાધુઓ કરશે.
જ્યારે કે અયોધ્યા કૂચની તારીખનું એલાન વસંત પંચમીના શાહી સ્નાન બાદ કરવામાં આવશે. આ ઉપરાંત અખાડા પરિષદે બન્ને ઘર્મ સંસદના નિર્ણય અંગે અસહમતિ દર્શાવી હતી. મહત્વપૂર્ણ છે કે, ગત દિવસે વીએચપીની ધર્મસભામાં રામ મંદિર નિર્માણના પ્રસ્તાવને મંજૂરી મળી છે. જાકે, રામ મંદિર કયારે બનાવવામાં આવશે તે અંગે કોઈપણ પ્રકારની તારીખની જાહેરાત કરવામાં આવી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY