મહિલા સાથે પોલીસ હેડ ક્વાર્ટરમાં થયો ગેંગરેપ,બે અધિકારીઓને સાત વર્ષની સજા

0
12

પેરિસ,તા.૩
એક વિદેશી ટૂરિસ્ટને પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ કરવાના મામલે પોલીસ અધિકારીઓને સજા ફટકારવામાં આવી છે. આ મામલો પેરિસનો છે. જ્યાં ફ્રાંસ પોલીસના એક ઇલીટ યુનિટના બે અધિકારીઓને ૭ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
કેનેડાની રહેવાસી ટૂરિસ્ટે આ આરોપ લગાવ્યો હતો કે એપ્રિલ ૨૦૧૪માં તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લોકોની સામે લાવવા માટે એમિલી સ્પેન્ટને પોતાની ઓળખ પણ છુપાવી નહોંતી. તેમને બતાવી દઈએ કે આયરિશ બારમાં મળવા અને દારૂ પીધા પછી પોલીસ અધિકારી મહિલાને હેડક્વાર્ટર લઈને ગયા હતા. પરંતુ મહિલાનું કહેવું છે કે પોલીસ હેડ ક્વાર્ટરના ૫માં ફ્લોર પર પહોંચતા આ અધિકારીઓનો વ્યવહાર બદલાઈ ગયો હતો. ત્યાર બાદ મહિલાને એક ગ્લાસ વ્હિસ્કી આપવામાં આવી અને બળપૂર્વક સંબંધ બનાવવા મજબૂર કરવામાં આવી. તેના પછી મહિલા સાથે ગેંગરેપ થયો. જોકે શરૂઆતમાં પોલીએ કહ્યું કે મહિલાએ સંબંધ બનાવવા માટે સહમતી આપી હતી.
પરંતુ મહિલાએ કહ્યું કે આ ઘટનાના સમયે તેઓ ખૂબ નશામાં હતી. ૮૦ મિનિટ પછી મહિલા રડતી-રડતી બિલ્ડિંગમાંથી બહાર નીકળી. ત્યાર હેડ ક્વાર્ટરના ગેટ પર ઉભેલા પોલીસ અધિકારીએ મહિલાને કહ્યું કે,‘તમારો રેપ થયો છે.’ આ કેસમાં ૪૦ના એન્ટોઇન કુઇરીન અને ૪૯ વર્ષના નિકોલસ રિડોએનને કોર્ટે દોષી જાહેર કર્યા છે. જાકે આ કેસની શરૂઆતમાં સ્થાનિક સરકારને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે કેસ દરમિયાન મહિલાએ આરોપ મૂક્યો હતો કે તેની સાથે આરોપી જેવો વ્યવહાર કરવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY