અંદાજે પચીસ દિવસ પહેલા રતલમ થી આવતી મહિલાના સમાન માં થી મદદ ના બહાને કેટલાક ઈસમો ઝવેરાતની લૂંટ કરી નાસી છૂત્યાં હતા આ અંગે વડોદરા રેલવે પોલીસે ગણતરી દિવસોમાં હરિયાણા ના કુખ્યાત સાંસી ગેંગ ના ગીનેગારોનેઝડપી લીધા છે.
ફરિયાદ મુજબ શ્રીમતી લતા તોલાણી ઉંમર વર્ષ ૩૫ ની તા. ૦૩-૦૨-૨૦૧૮ નાં રોજ ટ્રેન નંબર ૧૨૪૯૪ માં રતલામ થી વડોદરા મુસાફરી કરી રહ્યા હતા. દરમ્યાન ૧૧ વાગ્યે વડોદરા રેલ્વે સ્ટેશન આવતા ૫ મિનીટ પહેલા સામાનની ચાર બેગો દરવાજા પાસે લાવતા હતા ત્યારે તેઓને મદદ કરવાના બહાને ચાર અપરિચિત શખ્સોએ મદદ કરવાના બહાને તેણીની નજર ચૂકવી બેગમાંથી એક નેવીબ્લ્યુ રંગનું ગુલાબી ચેઈનવાળું પુંચ્યુ જેમાં સોના ના હીરાજડિત દાગીના કુલ રૂ! ૧૪,૦૦,૦૦૦/-ની મત્તાની ચોરી કરી ભાગી ગયેલ જે ગુનો વડોદરા રેલ્વે પોલીસ મથકે નોંધાએલ હતો.સદરહુ ટ્રેન ના સી.સી.ટી.વી ફૂટેજ દ્વારા મેળવાયેલ શંકાસ્પદ વ્યક્તિઓના ફોટોગ્રાફ મેળવી ખાનગી બાતમીદાર પાસે ખાતરી કરાવતા શકમંદો પૈકી નો એક સી.સી.ટી.વી ફૂટેજમાનો ઈસમ રોહતક હરિયાણાનો ચંદુ નામનો ઇસમ હોવાનું જણાઇ આવેલ જે અંગે વડોદરા રેલવે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર રાજપુતે વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનની પોલીસ અને આર.પી.એફ ક્રાઈમના પોલીસ ઇન્સ્પેક્ટર રમેશકુમાર ની સયુંકત ટીમ બનાવી હરિયાણા ખાતે મોકલવામાં આવીહતી જેમાં જાણવા મળેલ કે ચંદુ અને ફકીરા જે બંને રોહતક હરિયાણાના છે સોનાના ઝવેરાત વેચવા સુરત તરફ જવાના છે તે બાતમી મળતા ટેકનીકલ ટીમના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ, પો.કો ઇમ્રાન્ભાઇની મદદથી તેમના ફોન લોકેશન અંગે ખાતરી કરતા તેઓનું લોકેશન હરિયાણા બહાર નું જણાતા વડોદરા રેલ્વે સ્ટેશને હરિયાણા તરફથી આવતી તમામ ટ્રેન પર ચંદુ નામના ઇસમની વોચ રાખવામાં આવી હતી. જે દરમ્યાન બાતમી મળેલ કે ચંદુ વડોદરા રેલ્વે સ્ટેશને મુસાફર ખાનામાં હાજર છે અને ચોરેલ દાગીના વેચવા સુરત જવાનો છે જેથી તારીખ ૨૬ મી નાં રોજ ૫:૩૦ કલાકે તેમની અટક કરી નામ પૂછતા (૧) સંજીવ ઉર્ફે ચંદુ રહે. રોહતક હરિયાણા (૨) ફકીરા ઉર્ફે રાહુલ રહે, રોહતક હરિયાણા નાં હોવાનું જણાવેલ. તેઓની બેગમાંથી રોકડા રૂપિયા ૩૬,૦૦૦/- મળી આવેલ તથા અન્ય ની બેગમાંથી સોના ના ઝવેરાત વાળા દાગીના આશરે રૂ! ૧૦,૫૦,૦૦૦/- મળી આવતા વધુ પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાઇ ગયોહતો.
કુલ ૧૦,૮૬,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે બન્ને ની અટક કરવામાં આવી હતી અને તેઓના સાગરીતોને શોધવા તથા બાકીનો મુદ્દામાલ રીકવર કરવા તેમજ આવા પ્રકારના બીજા અન્ય વન સોધાયેલ ગુનાઓની માહિતી કઢાવવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"