મહિલાઓએ શરીર બાબતે શરમ ન રાખવી જાઈએ : કવિતા

0
91

મુંબઈ,તા.૨૭
ટીવી પરદે એફઆઇઆર નામના શોમાં ઇન્સ્પેકટર ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવી ઘર ઘરમાં જાણીતી બનેલી કવિતા કૌશિક હાલમાં સાવધાન ઈન્ડિયા નામના શોનું સંચાલન કરતી જાવા મળી હતી. તે તાજેતરમાં પતિ સાથે ગોવા ફરવા ગઇ હતી. સોશિયલ મિડીયા પર તે સતત સક્રિય રહે છે.
કવિતાએ બિકીની ફોટો પોસ્ટ કરીને મહિલાઓને પોતાના શરીર બાબતે શરમ જેવી બાબતો પર ધ્યાન નહિ આપવા સલાહ આપી હતી. કવિતાના ગોવા વેકેશનના ફોટા ખુબ વાયરલ થયા હતાં અને તેના ચાહકોને પણ ગમ્યા છે. કવિતાએ લખ્યું હતું કે આ પોસ્ટએ તમામ મહિલાઓ માટે છે જે બિકીની પહેરવા ઇચ્છતી હોય. આવી મહિલાઓએ પોતાના બોડીના વળાંક બાબતે શરમ અનુભવવાની જરૂર નથી. કવિતાએ ૨૦૧૭માં બોયફ્રેન્ડ રોનિત બિશ્વાસ સાથે લગ્ન કર્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY