દિલ્હીમાં રાહુલ ગાંધી અને રાજ્યોના પાટનગરમાં કરશે વિરોધ-પ્રદર્શનો સીબીઆઈ વિવાદ : કોંગ્રેસ આજે દેશભરમાં કરશે આંદોલન

0
51

ન્યુ દિલ્હી,તા.૨૫
સીબીઆઈના વડાને રજા પર મોકલી દેવાના કેન્દ્ર સરકારના આદેશનો વિરોધ કોંગ્રેસ કરશે. જે અંતર્ગત દેશભરમાં શુક્રવારે કોંગ્રેસ દરેક રાજ્યના પાટનગર ખાતે આવેલા સીબીઆઈના કાર્યલયો સામે ધરણા અને પ્રદર્શન કરશે.
દિલ્હીમાં પણ સીબીઆઈના હેડક્વાટર ખાતે કોંગ્રેસ ધરણા પ્રદર્શન કરશે. દિલ્હી ખાતેના આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જાડાશે તેવી સંભાવના છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી સીબીઆઈના વડા વિરુદ્ધનો આ આદેશ તાત્કાલિક અસરથી પરત લેવાની માંગ કરશે અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમગ્ર પ્રકરણ મામલે દેશની માફી માંગે તેવી માંગ પણ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી રાજસ્થાનના પ્રવાસથી પરત ફરી અને આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના વિવાદમાં આવેલા આલોક વર્મા અને સીબીઆઈના ખાસ નિદેશક રાકેશ અસ્થાનાને વડાપ્રધાન મોદીની અધ્યક્ષચાવાળા મંત્રીમંડળની નિયુક્તિ સમિતિએ રજા પર ઉતારી દીધા છે.
કોંગ્રેસએ સીબીઆઈના વડાને રજા પર મોકલી દેવાના નિર્ણયને એજન્સીની સ્વતંત્રતા પર પૂર્ણવિરામ સમાન નિર્ણય ગણાવ્યો છે. જા કે આ મામલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્રશ્ન પણ કર્યો હતો કે રાફેલ ડીલમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવાની ઉત્સુકતાના કારણે દૂર કરવામાં આવ્યા છે? આ મામલે તેમણે વડાપ્રધાન મોદી પાસેથી જવાબ પણ માંગ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY