માત્ર એક અઠવાડીયાની અંદર પાસપોર્ટ બનાવી શકાશે

0
158

ન્યુ દિલ્હી,તા.૨૩/૦૨/૨૦૧૮

પોલીસ વેરીફિકેશન પાસપોર્ટ ઇશ્યુ કર્યા બાદ કરવામાં આવશે.

શું તમે પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યાં છો. તે ગત દિવસોમાં પાસપોર્ટ બનાવવાને લઇને ઘણા ફેરફાર કરવામાં આવ્યાં છે. માત્ર એક અઠવાડીયાની અંદર પાસપોર્ટ બનાવી શકશો. આમાં પણ કોઇપણ તત્કાલ શ્રેણીમાં એપ્લાઇ કર્યા વગર તમે એક અઠવાડીયામાં પાસપોર્ટ મેળવી શકશો. વિદેશ મંત્રાલયે તત્કાલ પછી સામાન્ય અરજી માટે પણ પોસ્ટ પોલીસ વેરિફિકેશનની સુવિધાની શરૂઆત કરી છે.

આ સુવિધા હેઠળ એક જ અઠવાડીયાની અંદર તમને પાસપોર્ટ મળી જશે. અહીં પોલીસ વેરીફિકેશન પાસપોર્ટ ઇશ્યુ કર્યા બાદ કરવામાં આવશે. આ સુવિધાનો લાભ તમે કોઇપણ વધારાનો ખર્ચ કર્યા વગર ઉઠાવી શકશો. પોસ્ટ પોલીસ વેરીફિકેશનની સુવિધાનો લાભ લેવા માટે તમારે તમારો આધારકાર્ડ નંબર આપવો પડશે. તેના વગર આ સુવિધાનો લાભ મેળવી શકશો નહીં. કેન્દ્ર સરકારે ટૂંક સમય પહેલા જણાવ્યું હતું કે તેઓ ઓરેન્જ કલરનો પાસપોર્ટ લાવશે તેની સાથે જ પાસપોર્ટનું અંતિમ પેઇજ પ્રિન્ટ કરેલું નહીં હોય, પરંતુ હવે આમ નહીં હોય.

વિદેશ મંત્રાલયે આ નિર્ણય પરત ખેંચી લીધો છે અને હંમેશાની જેમ અંતિમ પેજ પણ પ્રિન્ટ કરેલું હશે તેમજ કલર પણ બદલાશે નહીં. તેનો મતલબ એ છે કે આ તમારી ઓળખ તરીકે પહેલાની જેમ ઉપયોગમાં લઇ શકશો.

જા તમે તત્કાલ પાસપોર્ટ બનાવાની તૈયારી કરી રહ્યાં છો તે તેના માટે તમારે માત્ર ને માત્ર પોતાનો આધાર કાર્ડ નંબર આપવાની આવશ્યકતા રહેશે. પહેલાની જેમ તમારે તેના માટે કોઇ વેરિફિકેશન સર્ટિફિકેટ આપવાની જરૂર પડશે નહીં. તેનાથી એક ફાયદો એ થશે કે તમે વેરીફિકેશન સર્ટિફિકેટ મેળવવા માટેના સમયનો દૂરપયોગ બચાવી શકશો. સરકારે આ નિર્ણય આમ જનતાને પડી રહેલી મુશ્કેલીને જાતા લીધો છે.

બાળકોનો પાસપોર્ટ બનાવાનો હવે વધુ સરળતાથી બની જશે. જે અભિભાવકો પોતાના બાળકોના પાસપોર્ટ બનાવવાની તૈયારી કરી રહ્યાં છે તેના માટે ખુશખબર છે. ૫ વર્ષથી નાના બાળકો માટે હવે પાસપોર્ટ બનાવવા માટે બાયોમેટ્રિકસ આપવાની જરૂર પડશે નહીં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY