ગાંધીનગર,તા.૨૩/૦૨/૨૦૧૮
ગાંધીનગર તા.પંચાયત કોંગ્રેસને ફાળે. જિલ્લા પંચાયતની ૫ બેઠકોની પેટાચૂંટણીમાં ૩ ભાજપ અને ૨ કોંગ્રેને મળી છે
નગરપાલિકાની ચૂંટણીઓ બાદ રાજ્યની બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે ૨૧ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયું હતું. તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૫૩ ટકા મતદાન થયું હતું. તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૫૧ ટકા મતદાન નોંધાયું હતું. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
દિયોદર અને લાખણી તાલુકા પંચાયતમાં ટાઈ થઈ છે. જ્યારે બે જિલ્લા પંચાયતોમાંથી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને સત્તા મળી છે. બનાસકાંઠાની ૬૬ બેઠકોમાં કોંગ્રેસને ૩૬ બેઠકો અને બીજેપીને ૩૦ બેઠકો મળી છે. તો બીજી તરફ ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની કુલ ૪૪ બેઠકોમાંથી બીજેપીને ૨૮ અને કોંગ્રેસને ૧૬ બેઠકો મળી છે.
ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન ૩૬ બેઠકોમાંથી કોંગ્રેસ-૧૮, બીજેપી-૧૫ અને અપક્ષ-૩ બેઠકો મેળવવામાં સફળ રહ્યા.
આ સિવાય જિલ્લા પંચાયતની ૫ બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને ૩ અને કોંગ્રેસને ૨ બેઠક મળી છે. આ પહેલા કોંગ્રેસ પાસે ૩ બેઠક હતી, આમ બીજેપીએ ૧ બેઠક વધુ જીતી હતી. જેમાં તાપી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં બીજેપી જ્યારે આણંદ અને ભરૂચમાં કોંગ્રેસ જીતી છે.
તાલુકા પંચાયતના પરિણામો જાઇએ તો ભાભર તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબ્જા, ૧૮માંથી ૧૩ કોંગ્રેસ અને ૫ બેઠકો પર ભાજપ વિજેતા, કોંગ્રેસે ભાજપ પાસેથી તાલુકા પંચાયત આંચકી, ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો જાદુ યથાવત દાંતા તાલુકા પંચાયતમાં ખંડોર ઉમરી બેઠકમાં નિશાનોના પગલે થયેલી ગડબડી, જેનું ફેર મતદાન થયેલ જેમાં ભાજપનો ઉમેદવાર વિજય, વાવની ગોલગામ તાલુકા પંચાયત કોંગ્રેસનો વિજેતા,ડીસા તાલુકા ની વરણ તાલુકા પંચાયત ભાજપ ના ફાળે, ગાંધીનગર તાલુકા પંચાયતની ૬ બેઠકોનું પરિણામ જાહેર, ૪ ભાજપ અને ૨ બેઠક પર કોંગ્રેસનો વિજય, કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપ ૩ અને કોંગ્રેસની ૧ બેઠક પર જીત, ડીસા તાલુકા પંચાયતની ટેંટોડા બેઠક ભાજપના ફાળે, ધાનેરા તાલુકા પંચાયતની હડતા સીટ પર કોંગ્રેસ વિજેતા, ડીસા તાલુકા પંચાયતની કંસારી બેઠક ભાજપના ફાળે, કઠલાલ તાલુકા પંચાયતની ચરેડ બેઠક પર કોંગ્રેસ અને ભરકુંડા પર ભાજપનો વિજય, અમીરગઢ તાલુકા પંચાયતની આવલ સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય, વાવ તાલુકા પંચાયતની ગોલગામ સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય, વડગામ તાલુકાની છાપી તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે, ડીસાના રામસણ તાલુકા પંચાયતની બેઠક કોંગ્રેસના ફાળે દિયોદર તાલુકા ની સુરાણા તાલુકા પંચાયત ભાજપ ના ફાળે, થરાદ તાલુકાની ચાંગડા બેઠક પર કોંગ્રેસનો વિજય, અમરેલીના ધારી તાલુકા પંચાયતની દિતલા બેઠક ઉપર કોંગ્રેસના વિજય, ધાનેરા તાલુકા પંચાયતની જાડી બેઠક ભાજપના ફાળે, ડીસા તાલુકા પંચાયતની ભડથ બેઠક ભાજપનો વિજય, સુરતના માંડવી તાલુકા પંચાયતની ઘંટોલી બેઠક ભાજપના ફાળે, ડીસા તાલુકાની જેરડા સીટ પર કોંગ્રેસના ઉમેદવારની જીત, પાલનપુર તાલુકા પંચાયતની ચંડીસર બેઠક પર ભાજપનો વિજય, કઠલાલ તા.પંચાયતની ભાનેર બેઠક પર કોંગ્રેસનો વિજય, અમરેલી-ધારી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત, થરાદ તાલુકાની ઈટાઢા તાલુકા પંચાયતની બેઠક ભાજપના ફાળે, દાંતીવાડા તાલુકા પંચાયતની ભાખર સીટ પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય, વડગામ તાલુકા પંચાયતની બાવળચૂડી સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય, અમીરગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપના પાયલબેન મોદીનો વિજય, ડીસા તાલુકા પંચાયતની બાઈવાડા સીટ પર ભાજપ વિજેતા, ધાનેરા તાલુકાની જડિયા તાલુકા પંચાયત સીટ પર અપક્ષ, ધાનેરા તાલુકા પંચાયતની નેનાવા સીટ પર ભાજપ વિજેતા, અમરેલીના કુંકાવાવ તાલુકા પંચંયાત બેઠક પર ભાજપની જીત, અમીરગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવારની જીત, ગાંધીનગરના અડાલજ તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત, ડીસા તાલુકા પંચાયતની બાઈવાડા સીટ પર ભાજપ વિજેતા, ધાનેરા તાલુકાની જડિયા તાલુકા પંચાયત સીટ પર અપક્ષની જીત, ધાનેરા તાલુકા પંચાયતની નેનાવા સીટ પર ભાજપ વિજેતા, ડીસા તાલુકા પંચાયતની પેછડાલ સીટ પર ભાજપના ઉમેદવારનો વિજય, અંબાજી તાલુકા પંચાયતની બે બેઠકો પર.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"