શેરબજાર ઓલ ટાઈમ હાઈ, પહેલી વખત સેન્સેક્સે 36600ની સપાટી કુદાવી

0
64
સ્ટોક માર્કેટમાં ઉછાળા પાછળના કારણો આ રહ્યા

આજે શેરબજારમાં ટ્રેડિંગ શરુ થતાની સાથે જ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ ખુલતાની સાથે જ 36000ની પાર જતો રહ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ 11000ના લેવલને વટાવ્યુ હતુ. શરુઆતના ટ્રેડિંગમાં જ સેન્સેક્સે 36600ની સપાટી પહેલી વખત વટાવી છે.શેરબજારમાં જોવા મળેલી આ તેજી પાછળ મુખ્યત્વે ચાર ફેક્ટર જવાબદાર હોવાનુ જાણકારોનુ માનવુ છે. જેમાં ક્રુડ ઓઈલના ભાવોમાં થયેલો ઘટાડો મુખ્ય છે.છેલ્લા એક દિવસમાં ક્રુડ ઓઈલના ભાવ 6.9 ટકા સુધી ગગડીને 73.40 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યા છે.ફેબ્રુઆરી 2016 બાદ એક દિવસમાં થયેલો આ સૌથી મોટો ઘટાડો છે. બીજી તરફ યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચેના ટ્રેડ વોરના કારણે વૈશ્વિક વ્યાપાર પર અસર પડશે.જેમાં ભારતની હિસ્સેદારી 2 ટકા જ હોવાથી ભારત પર તેની અવળી અસર નહી થાય.જેનાથી ઈન્વેસ્ટરોનો કોન્ફીડન્સ વધ્યો છે. ડોલરની સામે રુપિયો 69 પર પહોંચ્યા બાદ ફરી સ્થિર થવા માંડ્યો છે.ગુરુવારે રુપિયો ડોલર સામે મજબૂત બન્યો હતો અને તેનો ભાવ 68.58 પર પહોંચ્યો હતો.જેનાથી પણ શેર માર્કેટમાં હકારાત્મક અસર જોવા મળી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY