એલઆરડી પરિક્ષા મામલે પાટણના એમએલએ દ્વારા મુખ્યમંત્રીને પત્ર

0
12

પાટણ,તા.૨૭
પાટણના એમએલએ કિરીટ પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખાયો છે. જેમાં એલઆરડી પરિક્ષાના ઉમેદવારોને ૫ જાન્યુ.ના દિવસે મફત મુસાફરી કરવા દેવા માંગ કરવામાં આવી છે. જેથી પરિક્ષાના આગલા દિવસે ઉમેદવારો વિનામુલ્યે મુસાફરી કરી શકે. તેમજ ઉમેદવારોના હિતને લઇ નિર્ણય લેવા માગ કરાઇ છે.
લોકરક્ષક ભરતી બોર્ડના ઉમેદવારોને તારીખ ૫-૧-૨૦૧૯ના શનિવારના દિવસે વિનામૂલ્યે બસમાં મુસાફરી કરવા દેવામાં આવે તેવી કરી માંગ કરવામાં આવી છે.
લોકરક્ષક દળ પરીક્ષાની તારીખ ૬-૧-૨૦૧૯ના દિવસે યોજાનાર છે. ત્યારે આગલા દિવસે બસમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મુસાફરી કરવાદેવા માંગ કરાઇ છે. લોકરક્ષકની પરીક્ષા રવિવારે યોજાનાર છે જેનો સમય સવારે ૮થી ૧૦નો હોઈ વિદ્યાર્થીઓના હિતને લઈ રજુવાતા કરાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY