પટના,તા.૨૩
બિહારમાં એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણી માટે ૪૦ સીટોમાંથી ૩૯ પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. એનડીએની રજૂ કરાયેલી યાદીમાં ભાજપના શત્રુધન સિન્હા અને શાહનવાજ હુસૈનની ટિકિટ કપાઇ છે, ત્યાં ગિરિરાજ સિંહને બેગૂસરાયથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ખગડિયાની સીટ પર હજુ ઉમેદવારની જાહેરાત થઇ નથી, જે રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીના ખાતામાં છે. બીજીબાજુ મહાગઠબંધનમાં તમામ તિરાડ બાદ સીટોની ફોર્મ્યુલા નક્કી ચોક્કસ થઇ ગઇ છે પરંતુ હજુ નામોની જાહેરાત બાકી છે. કહેવાય છે કે હવે એનડીએની યાદી આવ્યા બાદ મહાગઠબંધનના ઉમેદવારોની યાદી પણ ટૂંક સમયમાં રજૂ થશે.
પટનામાં એનડીએ ઉમેદવારોની જાહેરાત થઇ તો બધાની નજર ગિરિરાજ સિંહ અને ભાજપના બાગી શત્રુધન સિન્હાની સીટી પર હતી. ગિરિરાજ સિંહને પાર્ટીએ બેગૂસરાયથી જ ઉમેદવાર બનાવ્યા છે. આપને જણાવી દઇએ કે ગિરિરાજ સિંહ નવાદા સીટ પરથી ચૂંટણી લડવા માટે અડિયલ હતા. જા કે હવે પાર્ટીએ તેમના નામની જાહેરાત કરી દીધી છે.
ટિકિટ કપનારાઓમાંથી સૌથી મોટું નામ શત્ર્šÎન સિન્હાનું છે. પટના સાહિબથી અત્યાર સુધી સાંસદ રહી ચૂકેલા સિન્હાને પાર્ટીની બગાવતની સજા આપતા ટિકિટ કાપી દીધી છે. તેમની જગ્યા એ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણીમાં ઉતરશે. બીજીબાજુ રામકૃપાલ યાદવને ભાજપે પાટલિપુત્ર સીટ પરથી યથાવત રાખ્યા છે. તેઓ ૨૦૧૪મા આરજેડી છોડી ભાજપમાં આવ્યા હતા.
આ સિવાય મુખ્ય ચહેરાઓમાં પૂર્વ ચંપારણથી ભાજપના કેન્દ્રીય મંત્રી રાધા મોહન સિંહને ઉમેદવાર બનાવ્યા છે. બીજીબાજુ સારણથી રાજીવ પ્રતાપ રૂડી મેદાનમાં હશે. આ સિવાય પ્રદેશ ભાજપ અધ્યક્ષ નિત્યાનંય રાય ને ઉજિયારપુરથી અને બેગૂસરાયથી અંતે મેદાનમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ હશે. એક સીટ (ખગડિયા) જેના પર ઉમેદવારની જાહેરાત કરી નથી, તે એલજેપીના ખાતામાં છે.
આપને જણાવી દઇએ કે એનડીએમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલાની અંતર્ગત ભાજપ અને જેડીયુ ૧૭-૧૭ સીટો પર ચૂંટણી લડી રહ્યું છે. તો એલજેપીના ખાતામાં ૬ સીટો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





