ટિકિટને લઇને પટણામાં ભાજપના બે નેતાઓના સમર્થકો વચ્ચે ઘર્ષણ

0
8

પટના,તા.૨૬
પટના સાહિબ લોકસભા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ મંગળવારે પટના પહોંચ્યા. એરપોર્ટ પર ભાજપના જ કદાવર નેતા અને રાજ્યસભા સાંસદ આરકે સિન્હાના સમર્થક અને રવિશંકર પ્રસાદના સમર્થક વચ્ચે એકબીજાની સામસામે આવી ગયી હતા. એરપોર્ટ પર જ ભાજપ ઉમેદવારોએ તેમની પાર્ટીના લોકોને કાળો ઝંડો દેખાડ્યો હતો. તે દરમિયાન સિન્હાના ‘સમર્થકોએ રવિશંકર પ્રસાદ પર જાઓ’ના નારો લગાવ્યા હતા.
રવિશંકર પ્રસાદના સમર્થકોએ પટના એરપોર્ટ પર આરકે સિન્હાના સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. થોડા સમય માટે એરપોર્ટ પર અફરાતફરીની સ્થિતિ સર્જાઇ હતી. જણાવી દઇએ કે આરકે સિન્હાને પણ પટના સાહિબ બેઠક પરથી ભાજપના સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા. ટિકિટ ના મળવાથી તેમના સમર્થકો નારાજ જાવા મળી રહ્યાં છે.
પટના આવ્યા બાદ રવિશંકર પ્રસાદ એરપોર્ટથી સીધા ભાજપ કાર્યાલય પહોંચ્યા. ત્યાં તેમણે પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય સાથે મુલાકાત કરી હતી. જણાવી દઇએ કે છેલ્લા તબક્કામાં અહીં મતદાન યોજાશે. ૨૦૧૪માં આ બેઠક પર ભાજપથી શત્રુધન સિન્હા ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા હતા. પાછલા થોડા વર્ષોથી તેમણે બાગી તેવર અપનાવી લીધા હતા. ત્યારબાદ પાર્ટીએ તેમની આ બેઠકથી તેમનું પ¥š કાપી કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને આ ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે.
મંગળવારે બપોરે પટણા એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને ભાજપના સાંસદ આરકે સિન્હા વચ્ચે મારપીટ થઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ્યસભાના સાંસદ આરકે સિન્હાને પણ ટિકિટ જોઇતી હતી પરંતુ તેમને ટિકિટ મળી નથી. તેથી સિન્હાના સમર્થકોએ રવિશંકર પ્રસાદના સમર્થકો પર હુમલો કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY