કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબે સામે એફઆઇઆર નોંધાઇ

0
7

પટના,તા.૧
કિલ્લા મેદાનમાં શનિવારે ભાજપ દ્રારા આયોજિત કાર્યક્રમ દરમિયાન આચારસંહિતા ઉલ્લંઘન કરવાને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાઘવેન્દ્રસિંહના નિર્દેશ પર સ્થાનિક સાંસદ અશ્ર્વિનીકુમાર ચૌબે અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રતાપસિંહ સહિત અંદાજે ૧૫૦ અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન એસડીએફ અને સ્થાનિક સાંસદની સાથે મોટી માથાકૂટ થઈ હતી. પોલીસ અધિકારી અવિનાશકુમારે જણાવ્યું કે કલેકટરના આદેશ પર ફરિયાદ નોંધવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ કાફલામાં સામેલ તમામ વાહનોને ચિન્હિત કરીને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આચારસંહિતાના ઉલ્લંઘન મામલે સ્થાનિક સાંસદની મુશ્કેલી વધી કે છે. આચારસંહિતાના ઉલ્લંઘન મામલામાં કાર્યવાહી કરવા માટે ચૂંટણી પચં પણ ગંભીર બની ગયું છે.
શનિવારે બકસરની સભામાં સામેલ ગાડીઓના કાફલા સંબંધમાં પૂછવા પર કલેકટર પર કેન્દ્રીય મંત્રી અશ્ર્વિનીકુમાર ચૌબેના ભડકવાના મામલાને ચૂંટણીપંચે ગંભીરતાથી લીધો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એચ.આર.શ્રીનિવાસે આખા મામલાની જાણકારી જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી માગી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY