સ્વાતી માલીવાલે અડધી રાત્રે દરોડા પાડી સેક્સ રેકેટમાંથી ૩૯ છોકરીઓ છોડાવી

0
237

ન્યુ દિલ્હી,તા.૧
દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય સેક્સ રેકેટમાં ફસાયેલી ૩૯ છોકરીઓને છોડાવવામાં આવી છે. દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતી માલીવાલે દિલ્હી પોલીસ સાથે મળીને મંગળવારે મોડી રાતે આ છોકરીઓને દિલ્હીના પહાડગંજની એક હોટલમાંથી છોડાવી છે. આ છોકરીઓને અહીં નેપાળથી ઈન્ટરનેશનલ સેક્સ રેકેટમાં ફસાવવા માટે લાવવામાં આવી હતી.
આ પહેલાં પણ સ્વાતી માલીવાલે મંગળવારે સાંજે વસંત વિહારમાંથી ૧૮ મહિલાઓને છોડાવી હતી. તેમાં પણ ૧૬ મહિલાઓ નેપાળની હતી. પોલીસે જણાવ્યું કે, એક સંયુક્ત અભિયાનમાં વારાણસી ક્રાઈમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસે વસંત વિહારમાં એક મકાન પર દરોડા પાડીને ૧૮ મહિલાઓને છોડાવી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ મહિલાઓને છેલ્લા કેટલાંક દિવસથી એક રૂમમાં બંધ રાખવામાં આવી હતી. તેમને ખાડી દેશોમાં મોકલવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસે આ વિશે પૂછપરછ કરવા માટે ૩ લોકોની અટકાયત કરી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યું કે, આ મહિલાઓને આશ્રય ગૃહમાં મોકલવામાં આવી છે અને તેમને પરત મોકલવા માટે નેપાળી એમ્બેસેડર સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ મહિલાઓને જ્યાં રાખવામાં આવી હતી ત્યાંથી ૬૮ પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાંથી ૭ ભારતીય છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY