ભાજપનો ડર બતાવી કોંગ્રેસ મુસ્લિમોના મત માંગી રહી છેઃ ઓવૈસીનો મોટો આરોપ

0
7

પટણા,તા.૧૬
એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ પક્ષ મુસ્લિમોને ભાજપનો ડર દેખાડીને મત માગી રહી હતી. જોકે તેમણે તરત ઉમેર્યું હતું કે ગઇ લોકસભાની ચૂંટણીમાં બિહારના નીતિશ કુમારે નરેન્દ્ર મોદીનો વિરોધ કરીને પાછળથી એ પોતે પણ મોદીના ખોળામાં બેસી ગયા હતા.
બિહારની રાજધાની પટણામાં એક સભાને સંબોધતાં ઓવૈસીએ પોતાના પક્ષના ઉમેદવાર અખ્તરુલ ઇમાનને મત આપવાની હાકલ કરતાં ઓવૈસીએ કહ્યુ કે તમારા વિસ્તારમાં સડક અને પુલ બાંધવા સુધીની કામગીરી કરવા ઉપરાંત ઇમાન તમારી સમસ્યાઓને દિલ્હી સુધી પહોંચાડવામાં સક્રિય રહેશે.
કોંગ્રેસની આકરી ટીકા કરતાં ઓવૈસીએ કહ્યુ કે અત્યારે જે કોંગ્રેસ ભાજપનો ડર દેખાડીને તમારા મત માગી રહી છે એ કોંગ્રેસના શાસનમાં ભાગલપુરના કોમી તોફાનો થયાં હતાં અને બાબરી મસ્જિદ તૂટી હતી એ તમારે યાદ રાખવું જોઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY