પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડાય તો રાજ્યને ૨૨૦૦ કરોડનો ફટકો પડે : મહારાષ્ટ્ર નાણાંપ્રધાન

0
6

મુંબઈ,તા.૨૭
પેટ્રોલ-ડીઝલના આસમાને ચડેલા ભાવને ઉતારવા માટે રાજ્ય સરકાર દ્વારા નાખવામાં આવતા ટેક્સનું ભારણ ઘટાડવામાં આવે તેવી માગ થઈ રહી છે અને રાજ્ય સરકાર દબાણ પણ અનુભવી રહી છે, પરંતુ જા સરકાર આમ કરે તો રૂ. ૨૨૦૦ કરોડનો ફટકો પડવાની સંભાવના છે, તેમ નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું. તેમણે ફરી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ જીએસટી હેઠળ લાવવાની તરફેણમાં છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક ૨૮ સપ્ટેમ્બરના રોજ છે. ગયા વર્ષે મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર બે રૂપિયા અને ડીઝલ પર એક રૂપિયાનો ટેક્સ ઘટાડ્યો હતો. જ્યારે રાજસ્થાન, કર્ણાટક હવે ઘટાડી રહી છે. તેમણે વૈશ્ર્વિક સ્તરે થયેલા ઉછાળાને ભાવવધારા માટે જવાબદાર ઠેરવ્યો હતો અને વધી ગયેલા ભાવો જનતા અને સરકાર બન્ને માટે ચિંતાનો વિષય છે, તેમ જણાવ્યું હતું. હાલમાં રાજ્ય સરકારને તેના કુલ ટેક્સ કલેક્શનના ૨૬ ટકા કલેક્શન ઈંધણના છૂટક વેચાણમાથી મળે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સહિત અન્ય પાંચ રાજ્યમાં પેટ્રોલના અને આઠ રાજ્યમાં ડીઝલના ભાવ બહુ ઊંચા છે.
રાજ્ય સરકાર ઈંધણને જીએસટી હેઠળ લાવવા માગે છે, પરંતુ દેશના કાંગ્રેસશાસિત રાજ્યો આનો વિરોધ કરે છે. તેમના કહેવા અનુસાર દરેક રાજ્યની નાણાકીય સ્વાયત્તતા છીનવાઈ જશે.
દેશના ૩૬ જિલ્લામાંથી ૨૦ જિલ્લામાં પેટ્રોલના ભાવ રૂ. ૯૦ આસપાસ પહોંચી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુપીએ સરકાર દરમિયાન પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ સામે ભાજપે સખત વિરોધ નોંધાવ્યો હતો અને તે ચૂંટણીપ્રચારનો એક મહત્વ નો મુદ્દો હતો, ત્યારે હવે એનડીએ સરકારમાં પણ આમ જ થતાં લોકોમાં નિરાશા અને અસંતોષ ફેલાયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY