પટના,તા.૨૧
નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ ગૃહ મંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને જણાવ્યુ છે કે, નાગરિકતા વિધેયક રાજ્ય પર લાગૂ ન થઈ શકે કારણ કે તેને સંવિધાનના અનુચ્છેદ ૩૭૧ (A) અંતર્ગત સંરક્ષણ પ્રાપ્ત છે. તમને જણાવી દઈએ કે, રવિવારે JDUની રાષ્ટ્રીય પદાધિકારીઓ તેમજ પ્રમુખ નેતાઓની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યુ છે કે, રાજ્યસભામાં આસામ સાથે સંબંધિત નાગરિકતા (સંશોધન) વિધેયક આવશે તો પાર્ટી તેનો વિરોધ કરશે. નાગરિકતા વિધેયક લોકસભામાં પાસ થઈ ચુક્વ્યુ છે અને રાજ્યસભામાં તે રજૂ કરવામાં આવ્યુ છે.
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી રવિવારે આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી મંત્રિમંડળની બેઠકમાં એ વાત પર જાર આપવામાં આવ્યુ હતુ કે, રાજ્યને સંવિધાનના અનુચ્છેદ ૩૭૧ (A) અને બંગાળ ઈસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન ૧૮૭૩ અંતર્ગત ઈનર લાઈન પરમિટ અંતર્ગત સંરક્ષણ મળ્યુ છે. આ અનુચ્છેદમાં નાગાલેન્ડ માટે વિશેષ પ્રાવધાન કરવામાં આવ્યા છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે, નાગાઓની ધાર્મિક અથવા સામાજિક પરંપરાઓ, નાગા પ્રથાઓ સંબંધી કાયદો તેમજ પ્રક્રિયા, નાગા પ્રથા કાયદા અનુસાર નિર્ણય લેનારા નાગરિક તેમજ આપરાધિક ન્યાયના પ્રશાસન, ભૂમિ તેમજ તેના સંસાધનોનું સામિત્વ અને હસ્તાંતરણ સાથે જાડાયેલા મામલાઓ પર સંસદનો કોઈ કાયદો ત્યાં સુધી લાગુ ન થઈ શકે, જ્યાં સુધી રાજ્ય વિધાનસભા આવા નિર્ણયો સંબંધમાં પ્રસ્તાવ પાસ ન કરી દે. બેઠકમાં નાગરિકતા વિધેયકના નાગાલેન્ડ અને અન્ય પૂર્વોત્તર રાજ્યો પર પડનારી અસરોને લઈને ચર્ચા કરવામાં આવી. આ વિધેયક ૮ જાન્યુઆરીએ લોકસભામાં પાસ થઈ ચુકવ્યું છે.
તેમાં કહેવામાં આવ્યુ છે કે, કેબિનેટના નિર્ણય અનુસાર, મુખ્યમંત્રીએ ગૃહ મંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




