બોટમાં સવાર લોકો ગુમ થયા હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના
બેંગ્લુરુ,તા.૨૧
કર્ણાટકના કરવાડ જિલ્લાની એક નદીમાં બોટે પલટી ખાતા ૬ લોકોના મોત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બોટ પર ૨૨ લોકો સવાર હતા. રાહત-બચાવ કામગીરી દરમિયાન કેટલાક માછીમારો અને કોસ્ટ ગાર્ડ દ્વારા ૬ જેટલા મૃતદેહો શોધવામાં આવ્યા હતા. મુસાફરોમાંથી કેટલાક લોકો હજુ પણ ગુમ થયાની માહિતી છે.
સ્થાનિક લોકો મુજબ બોટમાં સવાર ૨૨ લોકો એક મંદિરથી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.
પ્રશાસન મુજબ મૃત્યુઆંક વધવાની સંભાવનાઓ છે. રાહત-બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી અને ગુમ થયેલ લોકોની તપાસ હાથ ધરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




