પેઢીનામા અથવા પેઢીઆંબો બનાવવા સંબંધે જાણો

0
182

ભાવનગર;
પેઢીનામા અથવા પેઢીઆંબો બનાવવા સંબંધમાં ભાવનગર શહેરનાં પ્રજાજનો પાસેથી કહેવાતા એજન્ટો દ્વારા ઊંચા નાણાની માગણી કરવામાં આવી રહી છે. તો આ વિષયમાં નીચે મુજબની માહિતી અખબારોના માધ્યમથી પ્રજા સુધી વિનામૂલ્યે પહોંચાડવા વિ
ભાવનગર શહેરમાં પેઢીનામુ અથવા પેઢીઆંબો બનાવવા માટેનાં અધિકારો દ્વારા મહેસુલી તલાટીઓને આપવામાં આવેલ છે. અને આ પેઢીનામું બનાવવા માટે વારસદારોની વિગત દર્શાવતું અસલ સોગંદનામું સામેલ રાખી, નિયત પૂરાવાઓ સાથેની અરજી સીટી મામલતદારને સંબોધીને અત્રેની કચેરીમાં જ આપવાની હોય છે.
મહેસુલી તલાટી દ્વારા જરૂરી સ્થળ તપાસ અને પંચોના જવાબો લેવાની વિધિ કર્યા બાદ આ પેઢીનામું તદ્દન નિઃશુલ્ક એટલે કે કોઈ પણ પ્રકારની ફી વસુલ કર્યા વગર તદ્દન મફત આપવામાં આવે છે.
આથી, અરજદારોએ પેઢીનામું બનાવવા માટે સીધા જ સીટી મામલતદાર કચેરી ખાતે અરજી કરવાની રહેશે. અને ત્યારબાદ નિયત સમયમર્યાદામાં મહેસુલી તલાટી દ્વારા આ પેઢીઆંબો તૈયાર કરી આપવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવા વિનંતી

સીટી મામલતદાર
ભાવનગર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY