ભાવનગર,તા.૬
તળાજાના ચકચારી હત્યા કેસના આરોપીઓને જિલ્લા જેલ ભાવનગર ખાતે પાંચ શખ્સો મળવા આવ્યા હતા. પોલીસ તપાસમાં તેની પાસેથી બે પિસ્તોલ, ૬ જીવતા કાર્ટિસ, ૨ છરી અને એક કુંડલીવાળી લાકડી મળી આવતા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે બ શખ્સો નાસી છૂટ્યા હતા.
તળાજામાં થોડા દિવસ પૂર્વે ચીનુભાઇ પઠાણની હત્યા થઇ હતી તેના આરોપીઓ ઇર્શાદ તથા બીજા આરોપીઓ જિલ્લા જેલ ભાવનગર ખાતે છે. તેની મુલાકાતે તળાજા, મહુવા, ભાવનગરના પાંચ શખ્સો ઇન્ડિકા કાર તથા મોટર સાયકલ લઇને આવ્યા હતા. તેની પાસેથી બે પિસ્તોલ, ૬ જીવતા કાર્ટિસ, ૨ છરી અને એક કુંડલીવાળી લાકડી મળી આવી હતી. આથી પોલીસે ત્રણ શખ્સો જુબેરભાઇ હશનભાઇ હમદાની, મહંમદખાન અશરફખાન પઠાણ અને તલહાખાન અશરફખાન પઠાણને ઝડપી પાડ્યા હતા જ્યારે જાબીર ઉર્ફે ભુરો દાઉદભાઇ બેલીમ અને અબ્બાસ દાઉદભાઇ બેલીમ નાસી છૂટ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





