સંઘના વિચારો સાથે હું સહમત નથી, પરંતુ તેમના કમિટમેન્ટનો પ્રશંસક છુંઃ નીતિશકુમાર

0
18

અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને જેડીયુમાં સામેલ કર્યા
પટના,તા.૧૬
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિચારો સાથે સહમત નથી પરંતુ તેમના નિયમિતપણે કામ કરવાની રીતભાતના તેઓ પ્રશંસક છે. તેમણે દાવો કર્યો કે બિહારમાં અપરાધિક ઘટનાઓમાં ઘટાડો થયો છે અને રાજ્યમાં ન્યાયની સાથે વિકાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આરએસએસના આઠ ભાગોમાંથી એક જ ભાગને દેખાડવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આરએસએસના વિચારો સાથે તેઓ સહમત નથી પરંતુ સમગ્ર દેશમાં આરએસએસનો જનાધાર વધ્યો છે, જેનાથી ઈન્કાર કરી શકાય નહીં.
તેમણે પોતે રામ મનોહર લોહિયા, મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણના વિચારોથી પોતાને પ્રભાવિત ગણાવતા કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કા તો કોર્ટના ચુકાદા બાદ થવું જોઈએ અથવા તો આપસી સહમતિથી બનવું જોઈએ.
તેમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પહેલા ભાજપનો સાથ છોડ્યો હતો, અને હવે ભાજપની સાથે કેમ? જવાબ આપતા તેમણે કહ્યું કે પરિસ્થિતિઓ અને વિચારમાં પરિવર્તન આવ્યું છે. નીતિશકુમારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કામ કરી રહ્યો છું. પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે.
નીતીશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયૂમાં કોના કહેવા પર સામેલ કર્યા? મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારની રાતે તેનો જવાબ આપ્યો. નીતીશ કુમારે જણાવ્યું કે તેમને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને જેડી(યૂ)માં સામેલ કરવા માટે બે વાર ભલામણ કરી હતી. નીતીશ કુમારે એક ખાનગી સમાચાર ચેનલના કાર્યક્રમમાં ચૂંટણી રણનીતિકારથી નેતા બનેલા પ્રશાંત કિશોરને પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે સંકળાયેલા સવાલ પર આ વાત કહી.
કુમારે કહ્યું કે, મને પ્રશાંત કિશોર સાથે ઘણો લગાવ છે. પરંતુ ઉત્તરાધિકારી જેવી વાતો આપણે ન કરવી જોઈએ. આ રાજાશાહી નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY