બિહારમાં રિટાયર્ડ આઈજીની પુત્રીએ છત પરથી કૂદી આત્મહત્યા કરી

0
5

પટના,તા.૯
રવિવાર સવારે રિટાયર્ડ IG ઉમાશંકર સુધાંશુની પુત્રીએ એપાર્ટમેન્ટની છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે. આ ઘટના કોતવાલી પોલીસ સ્ટેશનના ઉદયગિરી એપાર્ટમેન્ટની છે.
મૃતકનું નામ સ્નિગઘા કુમારી છે. સુચના મળતા જ ડીએમ કુમાર રવિ અને SSP મનુ મહારાજ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજા લઈ તપાસ શરૂ કરી છે. હાલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.
મળતી માહિતી મુજબ શનિવારે સ્નિગઘાની સગાઈ થઈ હતી. ૧૦ ડિસેમ્બરે કિશનગંજના ડીએમ મહેન્દ્ર પ્રસાદ સાથે તેના લગ્ન થવાના હતા. આઈજીનો પરિવાર પટેલ નગરના રોડ નંબર ૮માં રહે છે.
રવિવારે સવારે લગભગ ૬ વાગ્યે પોતાના ડ્રાઈવરની સાથે તે ઉદયગિરી એપાર્ટમેન્ટ પહોંચી હતી. એપાર્ટમેન્ટના ૧૫મા માળે એક અધિકારી સાથે મુલાકાત કર્યા બાદ તે છત પર ગઈ અને છલાંગ લગાવી દીધી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY