અમદાવાદ,તા.૯
ફરી વોટ્સએપમાં રાજનૈતિક ગ્રુપમાં અશ્લિલ તસવીરો શેર કરતા વિવાદ સર્જાયો છે. અમદાવાદનાં કોર્પોરેટર રણજીતસિંહ બરાડ નવસર્જન નામના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ તસવીરો પોસ્ટ કરી દીધી હતી. જે બાદ ગ્રુપનાં સભ્યો રોષે પણ ભરાયા હતાં અને તેમની મજાક પણ ઉડાવાઇ રહી હતી.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં કોર્પોરેટર રણજીતસિંહ બરાડે નવસર્જન નામના વોસ્ટએપ ગ્રુપમાં અશ્લિલ ફોટા પોસ્ટ કરી દેતા વિવાદ સર્જાયો હતો. જે પછી તેનાં નામ સાથે સ્ક્રિન શોટ સાથેની તસવીરો હાલ વાયરલ થઇ રહી છે. જે પછી સભ્યોએ એડમીનને કહ્યુ કે તમે તેને આ ગ્રુપમાંથી બહાર કાઢો. જે પછી તેને ગ્રુપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
રાજકીય નેતાઓનાં વ્હોટ્સ એપ ગ્રુપ હોય આવા ગ્રુપમાં અશ્લીલ કિલપો ભૂલથી કે જાણી જાઈને પોસ્ટ થઈ હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. વિધાનસભામાં પણ ભાજપના બે ધારાસભ્યો પોર્ન સાઈટ પરથી પોર્નફિલ્મ જાતા પકડાયા હતા. જે પછી નિર્દોષ જાહેર કરાયા હતા.
થોડા દિવસો પહેલા પણ આણંદના ભાજપના વોટ્સએપ ગ્રુપ સાથે કંઇ અજીબ કિસ્સો બન્યો હતો. આણંદ જિલ્લા ભાજપ વોટ્સ એપ વિદેશના નંબર ઉપરથી અશ્લીલ વીડિયોની લિંક અપલોડ કરાઇ હતી. ભાજપના હોદ્દેદારો આ લિંકને ખોલીને પોર્ન :કિલપ નિહાળવાની વાતો વહેતી થઇ છે. ભાજપના આ વોટ્સએપ ગ્રૂપના સ્ક્રીન શોર્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



